એપશહેર

અમદાવાદઃ સ્કૂટરની ડેકીમાં ઘૂસેલા સાપને મહામહેનતે કાઢ્યો બહાર, જુઓ Video

Hitesh Mori | I am Gujarat 19 Aug 2019, 10:36 pm
અમદાવાદઃ કાલુપુર વિસ્તારમાં કપલ સ્કૂટર લઈને શોપિંગ કરવા માટે ગયું હતું. સ્કૂટર પાર્ક કર્યા બાદ મોબાઈલ લેવા માટે ડેકી ખોલી તો અંદર સાપ જોવા મળ્યો. એનિમલ લાઈફ કેર સંસ્થાના વોલન્ટિયર્સે આવી સ્કૂટરની ડેકીમાં ફસાયેલા વુલ્ફસ્નેક(વરૂદતી સાપ)નું રેસક્યૂ કર્યું હતું.આ અંગે અનિમલ લાઈફ કેર સંસ્થાના પ્રમુખ વિજય ડાભીએ જણાવ્યું કે અમને કોલ મળ્યો કાલુપુર સ્થિત રાજા મહેતાની પોળમાં એક સ્કૂટરની ડેકીમાં સાપ મળી આવ્યો છે. જેથી અમે તુરંત ત્યાં પહોંચી ગયા. ડેકીની તપાસ કરી તો ડેકીની નીચે એન્જિન વચ્ચે ફસાઈ ગયો હતો. જેથી મિકેનિકને બોલાવી સ્કૂટરની ડેકી ખોલવામાં આવી. 30 મિનિટથી વધુ જહેમત બાદ સાપને સ્કૂટરમાંથી બહાર કઢાયો. આ દરમિયાન સ્કૂટરમાં સાપ ફસાયો હોવાની માહિતી સ્થાનિકોને મળતા તેને જોવા માટે લોકોના ટોળેટોળા વળી ગયા હતા.આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે સ્કૂટરમાંથી જે સાપ મળી આવ્યો તેને વરુદતી એટલે કે વુલ્ફસ્નેક તરીકે ઓળખવામાં આવે છે. આ એક બિન ઝેરી સાપ છે. અમે તેનું રેસક્યૂ કરીને જંગલ વિસ્તારમાં છોડી મૂક્યો છે.‘નાગ પાંચમે સાપને દૂધ ન પીવડાવું’વિજય ડાભીએ જણાવ્યું કે આવતી કાલે નાગ પંચમી હોવાથી સામાન્ય રીતે લોકો સાપને દૂધ પીવડાવે છે. અમે છેલ્લા ઘણા સમયથી અવરનેસ કેમ્પેઈન ચલાવી રહ્યા છીએ કે સાપને દૂધ ન પીવડાવું. લોકોને સમજાવી રહ્યા છીએ કે સાપના શરીરની રચના પ્રમાણે દૂધને તે પચાવી શકતું નથી. લાંબાગાળે ફેટનું પ્રમાણ વધી જવાથી સાપનું મૃત્યુ થઈ શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો