એપશહેર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસે શરુ કર્યું 'હેલો' પ્રચાર અભિયાન

લોકોના મંતવ્યો આધારિત મેનિફેસ્ટો તૈયાર કરશે કોંગ્રેસ

I am Gujarat 5 Jan 2021, 6:39 pm
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આગામી અઠવાડિયે ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતા છે ત્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં પક્ષ દ્વારા હેલો અભિયાન શરુ કરવા અંગેની જાહેરાત કરી હતી. કોંગ્રેસ રાજ્યની મહાપાલિકાઓમાં પ્રજા સાથે સીધો જ સંપર્ક સાધશે. જે પછી તે લોકોના મંતવ્યો આધારિત મેનિફેસ્ટો બનાવશે.
I am Gujarat congress launches campaign for gujarat local body polls
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસે શરુ કર્યું 'હેલો' પ્રચાર અભિયાન


ફોન કરી જનતા રજૂ કરી શકશે મંતવ્ય
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે શરુ કરેલા આ અભિયાન હેઠળ 9099902255 નંબર પર કોલ કરી શકાશે અને જનતા પોતાના મંતવ્ય રજૂ કરી શકશે. જેના આધારે કોંગ્રેસ મેનિફેસ્ટો બનાવશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજય ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે, 'હેલો' અભિયાન હેઠળ અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સૂરત અને વડોદરાના રહેવાસીઓ ફોન કરીને અથવા તો વ્હોટ્સએપ પર મેસેજ મોકલીને પોતાની ફરિયાદો જણાવી શકે છે.

છ શહેરમાં ચલાવવામાં આવશે અભિયાન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, 'આ અભિયાન તે છ શહેર હેઠળ ચલાવવામાં આવશે જ્યાં ભાજપનો જ કાર્યકાળ અનેક વર્ષોથી ચાલે છે પરંતુ તે નાગરિકોની પાયાની જરુરિયાતોનો ઉકેલ લાવવામાં નિષ્ફળ ગઈ છે.' તેમણે એ પણ જણાવ્યું કે,'અમે આ છ શહેર કેન્દ્રમાં રહેતા લોકોની પરેશાનીઓ અને મુદ્દાઓને સાંભળીશું અને તેમનો ઉકેલ લાવીશું'

ફીડબેકનો ઉપયોગ કરી બનશે મેનિફેસ્ટો
અમિત ચાવડાએ એ પણ જણાવ્યું કે, 'આ રીતનું અભિયાન ગામમાં તેમજ નગરપાલિકા વિસ્તારમાં પણ શરુ કરવામાં આવશે અને આ સાથે જ અન્ય બે મહાનગરપાલિકામાં પણ આવું જ અભિયાન ચાલું થશે.' અન્ય નેતાઓએ જણાવ્યું કે, આ રીતના અભિયાન દરમિયાન નાગરિકોના ફીડબેકનો ઉપયોગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસનો મેનિફેસ્ટો બનાવવામાં કરવામાં આવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો