એપશહેર

AAPમાં જોડાવા અંગેની વાતોને હાર્દિક પટેલે અફવા ગણાવી, કહ્યું- ખોટા સમાચારો વધી ગયા છે

મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રો દ્વારા આજે એવો દાવો કરવામાં આવ્યો હતો કે, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ દ્વારા આપના નેતાઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. જે બાદ ચર્ચાએ જોર પકડ્યું હતું કે, હાર્દિક પટેલ ચૂંટણી અગાઉ ભાજપમાં જોડાઈ શકે છે. હવે આ મામલે હાર્દિક પટેલ દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે. હાર્દિક પટેલે ફેસબુક પર પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, હમણાંથી ગુજરાતમાં ખોટા સમાચાર અને સૂત્રો વધી ગયા છે.

Authored byHarshal Makwana | I am Gujarat 19 Mar 2022, 9:46 pm
ગુજરાતમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. હાલમાં જ પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આવીને ત્રણ રોડ-શો યોજ્યા હતા. ચર્ચા એવી હતી કે, ગુજરાતમાં ચૂંટણી વહેલી આવી શકે છે. રાજ્યમાં તમામ પક્ષો દ્વારા ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી અગાઉ અનેક નેતાઓ પક્ષપલટો કરે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. આ વચ્ચે જ એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે, હાર્દિક પટેલ (Hardik Patel) આમ આદમી પાર્ટીમાં (AAM Aadmi Party)જોડાઈ શકે છે. જો કે, હાર્દિક પટેલે આ વાતોને ફગાવી દેતાં તેને અફવા ગણાવી છે.
I am Gujarat Hardik Patel
AAPમાં જોડાવા અંગેની વાતોને હાર્દિક પટેલે અફવા ગણાવી, કહ્યું- ખોટા સમાચારો-સૂત્રો વધી ગયા છે

મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રો દ્વારા આજે એવો દાવો કરવામાં આવ્યો હતો કે, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ દ્વારા આપના નેતાઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. જે બાદ ચર્ચાએ જોર પકડ્યું હતું કે, હાર્દિક પટેલ ચૂંટણી અગાઉ ભાજપમાં જોડાઈ શકે છે. હવે આ મામલે હાર્દિક પટેલ દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે. હાર્દિક પટેલે ફેસબુક પર પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, હમણાંથી ગુજરાતમાં ખોટા સમાચાર અને સૂત્રો વધી ગયા છે.

મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રો મારફતે જણાવવામાં આવ્યું હતું કે, 2022ની ચૂંટણી માટે આપ દ્વારા રણનીતિ તૈયાર કરી દેવામાં આવી છે. અને ગુજરાતમાં પાટીદાર ચહેરા તરીકે હાર્દિક પટેલને પક્ષમાં સામેલ કરવામાં આવી શકે છે તેવો પણ દાવો રિપોર્ટ્સમાં કરાયો હતો. સાથે જણાવવામાં આવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની ટોચની નેતાગીરી સાથે હાર્દિક પટેલે વાટાઘાટો પણ શરૂ કરી દીધી છે. જો કે, હાર્દિક પટેલે આ તમામ દાવાઓને પોકળ ગણાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી શાનદાર જીત બાદ હવે આપની નજર ગુજરાત ચૂંટણી તરફ છે. ગુજરાતમાં પણ કોંગ્રેસની વોટબેંક કબજે કરી ભાજપને મોટો પડકાર રજૂ કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપને સુરતમાં પ્રચંડ વિજય મેળવ્યો હતો. જો કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આપને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે થોડા સમય અગાઉ જ આપના અનેક કાર્યકર્તાઓઅને સુરતના કોર્પોરેટર્સે ભગવો ધારણ કરી દીધો હતો. તેવામાં હવે ગુજરાત ચૂંટણી પહેલાં આપ કોને પોતાનો ચહેરો બનાવે છે તે જોવું રહ્યું.

Read Next Story