એપશહેર

અમદાવાદઃ રાહુલ ગાંધીએ લાલ દરવાજાની હોટલમાં પીધી ચા, માનહાનિ કેસમાં મળ્યા જામીન

Hitesh Mori | I am Gujarat 11 Oct 2019, 6:57 pm
અમદાવાદઃ કોંગ્રેસનેતા રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપવા માટે ગુજરાત આવેલા છે. સુરત બાદ શુક્રવારે અન્ય એક કેસની સુનાવણી માટે અમદાવાદ પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ લાલ દરવાજાની જાણીતી લકી હોટલમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે ચા સાથે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ તેનો એક વિડીયો પણ ટ્વીટ કર્યો છે. રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં કોર્ટે જામીન મંજૂર કરી દીધા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, ‘કાલે સુરત, આજે અમદાવાદ. મારા સામે રાજનીતિથી પ્રેરિત થઈને કેસ કરવામાં આવેલા વધુ એક કેસની સુનાવણી માટે પહોંચ્યો છું. આ શહેરમાં મારા કોંગ્રેસના પરિવારના લોકોને મળી તેમની સાથે સ્થાનિક રેસ્ટોરન્ટમાં ભોજન કરી સારું લાગ્યું. હું તમામ લોકોનો આભાર માનુ છું.’
અમિત શાહને ગણાવ્યા હતા’ હત્યાના આરોપી’ રાહુલ ગાંધી માનહાનિના કેસમાં સુનાવણી દરમિયાન અમદાવાદની કોર્ટમાં હાજર રહ્યા હતા. શુક્રાવેર કોર્ટમાં રાહુલ ગાંધીએ પોતાને નિર્દોષ ગણાવ્યા. આ કેસ ગૃહ મંત્રી અમિત શાહને ‘હત્યાના આરોપી’ કહેવા બાબતે જોડાયેલો છે. મુખ્ય મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટ આર બી ઈટાલિયાની કોર્ટે 10 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીને જામીન આપ્યા છે. રાહુલ ગાંધી તરફથી કોર્ટમાં હાજર રહેવાની મુક્તિ મેળવવા માટે પણ કોર્ટમાં અરજી કરી છે. જેની 7 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.

Read Next Story