એપશહેર

હાથરસ મુદ્દે કોંગ્રેસની પ્રતિકાર રેલીઃ હાર્દિક પટેલ, અમિત ચાવડા સહિત અનેક કાર્યકરોની અટકાયત

પોલીસ પરમિશન ન મળી હોવા છતાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યક્રો એકઠા થયા હતા, પોલીસે હાર્દિક પટેલની નિવાસસ્થાનેથી જ કરી અટકાયત

I am Gujarat 7 Oct 2020, 5:00 pm
અમદાવાદઃ ઉત્તર પ્રદેશના હાથરસની ઘટનાના પડઘા આખા દેશમાં જોવા મળી રહ્યા છે. વિપક્ષ આ મુદ્દે વિરોધ કરી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આ ઘટનાના વિરોધમાં કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ સુધી પ્રતિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી નથી. તેમ છતા રેલીનું આયોજન થતું હોવાથી પોલીસે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની અટકાયત કરી લીધી હોવાનું સામે આવ્યું છે.
I am Gujarat congress pratikar rally hardik patel amit chavda detained
હાથરસ મુદ્દે કોંગ્રેસની પ્રતિકાર રેલીઃ હાર્દિક પટેલ, અમિત ચાવડા સહિત અનેક કાર્યકરોની અટકાયત



ગુજરાત કોંગ્રેસ દ્વારા કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ સુધી રેલી યોજવા માટે પરમિશન માંગી હતી પરંતુ પોલીસ દ્વારા હાલની કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખીને પરવાનગી આપી નથી. તેમ છતાં જાહેરાત મુજબ આજે સવારથી જ કોંગ્રેસ ભવન ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઈ થયા હતા. રેલીમાં ભાગ લેવા માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય શૈલેશ પરમાર પણ પહોંચ્યા હતા.

એકઠા થયેલા કોંગ્રેસી કાર્યકરોની ભારે ભીડને કારણે સોશિયલ ડિન્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન થતા પોલીસે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય શૈલેષ પરમાર સહિત 50થી વધારે કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ આ રેલીમાં જોડાવા જઈ રહેલા હાર્દિક પટેલની પોલીસે તેમના નિવાસ સ્થાનેથી જ અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો