એપશહેર

અ'વાદઃ કોરોના ટેસ્ટ માટે પોલીસકર્મીઓને ખાવા પડે છે ધક્કા, આઈસોલેશનમાં રહેવા કહેવાયું

Yogesh Gajjar | TNN 21 Apr 2020, 10:01 am
અમદાવાદઃ શહેરભરમાં લોકડાઉનમાં ડ્યુટી નીભાવી રહેલા 25 જેટલા પોલીસકર્મીઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. જોકે હજુ ઘણા પોલીસકર્મીઓનો ટેસ્ટ થઈ શક્યો નથી અને તેઓ સ્વાસ્થ્ય કર્મચારીઓ પાસે માર્ગદર્શન માગી રહ્યા છે. ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મી કે જે કોરોના પોઝિટિવ છે કે નહીં તે પણ નથી જાણી શક્યા.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:રવિવારે આ પોલીસકર્મી અને ડોક્ટર વચ્ચે થયેલી વાતચીતનો એક ઓડિયા વાયરલ થયો છે. જેમાં પોતાના કોરોના ટેસ્ટનું રિઝલ્ટ આવ્યું કે નહીં તે જાણવા ફોન કરતા ડોક્ટર પોલીસકર્મીને કોરોના ટેસ્ટ પર આધાર રાખવા કરતા લીંબુંનું સેવન અને આયુર્વેદિક ઉકાળો બનાવીને પીને પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ધ્યાન આપવાની સલાહ આપે છે.TOIએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અન્ય પોલીસકર્મીનો સંપર્ક કર્યો હતો, જે કોરોના પોઝિટિવ આવેલા 6 પોલીસકર્મીઓના સતત સંપર્કમાં છે. તેણે સૌથી પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ સેન્ટરમાં જવા કહેવાયું. ત્યાંથી તેને શહેરના સાઉથ ઝોનમાં આવતા હેલ્થ સેન્ટરમાં જવા કહેવાયું.સોમવારે પણ AMC હેલ્થ સેન્ટરમાં પોતાનો કોરોના ટેસ્ટ કરાવવામાં નિષ્ફળ ગયેલા પોલીસકર્મીએ કહ્યું, ‘કોરોના પોઝિટિવ આવેલા પોલીસકર્મીઓના સતત સંપર્કમાં હોવાના કારણે મને ક્વોરન્ટાઈનમાં રહેવા અને ટેસ્ટ કરાવવા કહેવાયું હતું. મને કોવિડ-19 માટે સેમ્પલ આપવા આમથી તેમ મોકલવામાં આવતો. હું મારા પરિવાર સાથે રહું છું અને તે પહેલા હું ફરજ બજાવતો હજો અને ઘણા લોકોને મળ્યો હોઈશ. મારાથી કોઈને ઈન્ફેક્શન થયું અથવા હું કેવી રીતે ઈન્ફેક્ટ થયો નથી જાણતો.’અન્ય એક પોલીસકર્મીને પણ હોમ ક્વોરન્ટાઈનમાં રહેવાની સલાહ આપવામાં આવી, પરંતુ તેનું પણ સેમ્પલ લેવાયું નથી. ઉપરાંત તેને સેમ્પલ આપવા અર્બન હેલ્થ સેન્ટર જવા કહેવાયું. પોલીસકર્મીએ કહ્યું, અમે પોલીસકર્મી છીએ અને કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવા અમને બહાર જવાની પરમીશન છે. પરંતુ હું કોરોના શંકાસ્પદ દર્દી છું અને મારો ઘરે કે હોસ્પિટલમાં ટેસ્ટ ન થયો હોવા છતાં મને બહાર જવા દેવામાં આવે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો