એપશહેર

કોરોના વાયરસઃ અમદાવાદમાં 197 અને સુરતમાં 126 નવા કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી ત્રણ દર્દીઓના મૃત્યુ થયા છે

I am Gujarat 24 Dec 2020, 7:51 pm
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દિવાળી બાદ ગુજરાતમાં કોરોનાના કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો પરંતુ હવે ધીમે ધીમે તેમાં ઘટાડો થઈ રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ આ ચાર મોટા શહેરોમાં હવે કેસ ઘટી રહ્યા છે જેના કારણે તંત્ર ઉપરાંત નાગરિકો પણ થોડી રાહત અનુભવી રહ્યા છે. જોકે, હવે ક્રિસમસ અને ખ્રિસ્તીઓનું નવું વર્ષ આવી રહ્યું છે તેવામાં ફરીથી લોકોની ભીડ એકઠી ન થાય તે માટે સરકાર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે.
I am Gujarat ahmedabad corona25


અમદાવાદમાં છેલ્લા બે દિવસથી કોવિડ-19ના કેસની સંખ્યા 200થી નીચે નોંધાઈ રહી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 197 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 192 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદ જિલ્લામાં આઠ કેસ નોંધાયા છે અને બે દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં મૃત્યુઆંક પણ ઘટીને પાંચથી નીચે આવી ગયો છે. અમદાવાદ શહેરમાં ત્રણ દર્દીઓના મોત થયા છે.

સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 126 કેસ નોંધાયા છે. જ્યારે 126 દર્દીઓ સાજા થયા છે. સુરત જિલ્લામાં 45 નવા કેસ સામે આવ્યા છે. સુરત જિલ્લામાં 29 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. કોરોનાના કારણે સુરત શહેરમાં એક તથા જિલ્લામાં એક વ્યક્તિનું નિધન થયું છે.

વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં કોરોનાના કેસ 100થી નીચે આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં 93 નવા કેસ નોંધાયા છે જેની સામે 166 દર્દીઓ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં 32 કેસ નોંધાયા છે અને 41 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ શહેરમાં 87 કેસ નોંધાયા છે અને 137 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ જિલ્લામાં 20 કેસ નોંધાયા છે અને 28 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના કારણે વડોદરા જિલ્લામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

Read Next Story