એપશહેર

કોરોના વાયરસઃ અમદાવાદમાં 269 અને સુરતમાં 176 નવા કેસ નોંધાયા

કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં આઠ દર્દીઓના મૃત્યુ થયા છે

I am Gujarat 9 Dec 2020, 7:58 pm
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં થોડો ઘટાડો થયો છે. અમદાવાદ સહિદ રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં પણ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 269 નવા કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે 275 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ જિલ્લામાં 11 નવા કેસ સામે આવ્યા છે અને 18 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં કોરોનાના કારણે આઠ દર્દીઓના મૃત્યુ થયા છે.
I am Gujarat ahmedabad civil2


સુરત શહેર ઉપરાંત સુરત જિલ્લામાં પણ કોરોનાની પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 176 નવા કેસ નોંધાયા છે અને 207 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. સુરત જિલ્લામાં 36 નવા કેસ નોંધાયા છે જ્યારે 55 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના કારણે સુરત શહેરમાં બે દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.

વડોદરા શહેરમાં કોરોનાની પરિસ્થિતિ યથાવત છે અને કેસમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો નથી. વડોદરા શહેરમાં કોરોનાના 135 કેસ સામે આવ્યા છે. જેની સામે 166 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. વડોદરા જિલ્લામાં 40 કેસ નોંધાયા છે અને 29 દર્દીઓ સાજા થયા છે. વડોદરા શહેર કે જિલ્લામાં કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી.

રાજકોટ શહેરમાં થોડા દિવસ રાહત જોવા મળ્યા બાદ છેલ્લા 24 કલાકમાં કેસમાં નજીવો વધારો થયો છે. રાજકોટમાં 92 નવા કેસ નોંધાયા છે અને 93 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ જિલ્લામાં 43 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 45 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના કારણે રાજકોટ શહેરમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે જિલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો