એપશહેર

ચૂંટણીપંચે સપ્ટેમ્બરમાં યોજાનારી પેટાચૂંટણી મોકૂફ રાખી, ગુજરાતની 8 બેઠકોનું શું થશે?

જે પેટાચૂંટણી સપ્ટેમ્બર માસમાં યોજાવાની હતી તેને કેન્દ્રીય ચૂંટણીપંચે મોકૂફ રાખી છે, આ પાછળનું કારણ છે દેશમાં કોરોના વાયરસની સ્થિતિ. આગામી સમયમાં આ મુદ્દે ચૂંટણીપંચ દ્વારા મહત્વની વિગતો રજૂ કરવામાં આવી શકે છે.

I am Gujarat 23 Jul 2020, 4:01 pm
અમદાવાદઃ કેન્દ્રીય ચૂંટણીપંચે 7 સપ્ટેમ્બરના રોજ યોજાનારી પેટાચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. દેશમાં કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવામાં ગુજરાતની પેટાચૂંટણી અંગે જે ચર્ચા હતી તેના પર પણ પણ પ્રશ્રનાર્થ ઉભો થયો છે કે ગુજરાતની 8 બેઠકોની પેટાચૂંટણી થવાની હતી તેનું શું થશે?
I am Gujarat coronavirus effect election commission of india postponed bypoll which held in september
ચૂંટણીપંચે સપ્ટેમ્બરમાં યોજાનારી પેટાચૂંટણી મોકૂફ રાખી, ગુજરાતની 8 બેઠકોનું શું થશે?


મહત્વનું છે પેટાચૂંટણી 7 સપ્ટેમ્બરે યોજાવાની હતી જેમાં ગુજરાતની ચૂંટણ થશે તેવા તર્ક લગાવવામાં આવી રહ્યા હતા જોકે, હવે ચૂંટણીપંચે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગળનો નિર્ણય લેવામાં આવશે ત્યાં સુધી પેટાચૂંટણી ટાળી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી તરફ રાજ્યની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ ભાજપ દ્વારા કોને મેદાનમાં ઉતારવામાં આવશે તે અંગે પણ વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે.

ગુજરાતની પેટાચૂંટણી મોકુફ રહેશે તેવી ચર્ચા જોર પકડી રહી છે જોકે, મીડિયા રિપોર્ટ્સ મુજબ આ અંગે કોઈ માહિતી સામે આવી નથી. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર એસ મુરલી ક્રિષ્નાએ કેન્દ્ર ચૂંટણીપંચ દ્વારા 7 સપ્ટેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતની 8 બેઠકોની પેટાચૂંટણીની ડ્યુ ડેટ 6 મહિના બાદ એટલે કે 14 સપ્ટેમ્બરે થાય છે.

રિપોર્ટ્સ અનુસાર રાજ્યના ચૂંટણીપંચ દ્વારા વિવિધ રાજ્યોની પેટાચૂંટણી રદ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અંગે રાજ્યના ચૂંટણીપંચ પાસે કોઈ માહિતી આવી નથી. મહત્વનું છે કે, 7 સપ્ટેમ્બરના રોજ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, કરળ, તામિલનાડુ સહિત બિહારની વાલ્મિકીનગરની લોકસભાની બેઠક સહિત વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની હતી. માનવામાં આવી રહ્યું છે કે, દેશમાં આગામી સમયમાં કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવી તારીખો જાહેર કરવામાં આવશે, ત્યાં સુધી પેટાચૂંટણી મોકૂફ રહેશે.

Read Next Story