એપશહેર

કોરોનાઃ છેલ્લા 24 કલાકમાં સુરતમાં 217 અને અમદાવાદમાં 143 કેસ નોંધાયા

સુરતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો નથી જ્યારે બીજી તરફ અમદાવાદમાં કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે

I am Gujarat 30 Jul 2020, 7:40 pm
સુરતમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો નોંધાવાનું નામ લઈ રહ્યો નથી અને વધુ એક દિવસ કેસની સંખ્યા 200થી ઉપર નોંધાઈ છે. જ્યારે અમદાવાદમાં કેસની સંખ્યા 150થી નીચેની રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોના વાયરસના 217 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોવિડ-19ના 143 નવા કેસ સામે આવ્યા છે.
I am Gujarat coronavirus 12


અમદાવાદમાં હવે કેસની સંખ્યા 150થી નીચે આવી ગઈ છે. આ ઉપરાંત મૃત્યુઆંક પણ પાંચથી વધી રહ્યો નથી. તેથી તંત્રને થોડી રાહત મળી છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 143 નવા કેસ નોંધાયા છે જ્યારે 104 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ જિલ્લામાં 14 કેસ નોંધાયા છે અને 15 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં પાંચ દર્દીઓના મૃત્યુ થયા છે.

સુરતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સતત 200ની ઉપર નોંધાઈ રહી છે. સુરતમાં કોવિડ-19ના 217 નવા કેસ નોંધાયા છે. જ્યારે 147 દર્દીઓ સાજા થઈ ગયા છે. સુરત જિલ્લામાં પણ 54 નવા કેસ સામે આવ્યા છે અને 73 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરતમાં છ વ્યક્તિઓએ કોવિડ-19માં જીવ ગુમાવ્યો છે જ્યારે સુરત જિલ્લામાં ચાર લોકોના મૃત્યુ થયા છે.

મે મહિનામાં જ્યારથી અમદાવાદમાં કોરોનાના કેસો વધવાનું શરૂ થયું ત્યારથી શહેરમાં એક્ટિવ કેસોની સંખ્યા 4000ની આસપાસ રહેતી હતી. જો કે, 1 જુલાઈથી અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા 3200ની આસપાસ સ્થિર થઈ છે. અને હવે પહેલીવાર છેલ્લા બે દિવસોમાં એક્ટિવ કેસોનો આંકડો 3000થી નીચે ગયો છે.

બુધવારે સવારે અમદાવાદ શહેરમાં 2,842 એક્ટિવ કેસ હતા. જેનું મુખ્ય કારણ છે કે છેલ્લા 2 દિવસમાં કુલ 600 દર્દીઓને રજા આપવામાં આવી અને 297 નવા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા. મંગળવારે સવારે 454 દર્દીઓને રજા અપાઈ હતી અને 144 નવા દર્દીઓ દાખલ થયા હતા. જ્યારે બુધવારે સવારે 146 દર્દીઓ ડિસ્ચાર્જ થયા અને નવા 147 કેસ નોંધાયા હતા. બુધવારે સાંજે જાહેર કરાયેલા નવા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં નવા 146 કેસ નોંધાયા અને 102 દર્દીઓને રજા અપાઈ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો