એપશહેર

કોરોનાઃ એક દિવસની રાહત બાદ સુરતમાં ફરી 200થી વધુ કેસ, અમદાવાદમાં કેસ ઘટ્યા

છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોના વાયરસના 216 કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં 161 કેસ સામે આવ્યા છે. જોકે, અમદાવાદમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધી છે.

I am Gujarat 24 Jul 2020, 8:02 pm
ગુજરાતમાં કોરોના વાયરસથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત સુરતમાં એક દિવસની રાહત બાદ ફરી કેસમાં વધારો થયો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં ફરીથી 200થી વધુ કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 216 નવા કેસ નોંધાયા છે.
I am Gujarat અમદાવાદમાં કોરોના વાયરસ


અમદાવાદમાં કેસમાં ઘટાડો થયો છે જ્યારે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 161 નવા કેસ નોંધાયા છે જેની સામે 191 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ જિલ્લામાં 15 કેસ નોંધાયા છે અને 14 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં ફક્ત ત્રણ લોકોના જ કોવિડ-19થી મૃત્યુ થયા છે.

સુરતમાં ગુરૂવારે 181 કેસ નોંધાયા હતા જ્યારે શુક્રવારે તેમાં ઘણો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના 216 નવા કેસ નોંધાયા છે. સુરત જિલ્લામાં પણ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત જિલ્લામાં 93 કેસ નોંધાયા છે જ્યારે 75 દર્દીઓ સાજા થયા છે. સુરતમાં છ અને સુરત જિલ્લામાં છ તેમ કુલ મળીને 12 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો