એપશહેર

સુરતમાં કોરોનાના 276 અને અમદાવાદમાં 187 નવા કેસ નોંધાયા

અમદાવાદ અને સુરત શહેરમાં કોરોના વાયરસના કેસમાં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો નથી

I am Gujarat 5 Oct 2020, 7:44 pm
ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધારે અસરગ્રસ્ત અમદાવાદ અને સુરતમાં કોરોનાની પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 276 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 187 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં પણ 100થી વધુ કેસ નોંધાયા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી જામનગર શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ વડોદરામાં કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો નથી.
I am Gujarat coronavirus in gujarat 276 new covid 19 cases register in surat and 187 in ahmedabad
સુરતમાં કોરોનાના 276 અને અમદાવાદમાં 187 નવા કેસ નોંધાયા


અમદાવાદ શહેરમાં 165 નવા કેસ નોંધાયા

અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં કોઈ ઘટાડો થઈ રહ્યો નથી. દૈનિક 170 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 165 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ માટે થોડી રાહતની વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસથી ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં 248 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ જિલ્લામાં 22 નવા કેસ નોંધાયા છે અને 18 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કારણે ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે.

સુરત શહેરમાં 172 નવા કેસ સામે આવ્યા

ગુજરાતમાં હાલમાં સુરત સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત છે. સુરત શહેર અને જિલ્લામાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 172 નવા કેસ નોંધાયા છે અને 115 દર્દીઓ સાજા થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કેસ કરતા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધારે છે. સુરત જિલ્લામાં 104 નવા કેસ સામે આવ્યા છે અને 175 દર્દીઓ સાજા થયા છે. સુરત જિલ્લામાં કોરોનાથી ત્રણ અને શહેરમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે.

રાજકોટમાં 100થી વધુ કેસ નોંધાયા

રાજકોટ શહેરમાં પણ પરિસ્થિતિ ચિંતાજનક છે. રાજકોટ શહેરમાં 110 નવા કેસ નોંધાયા છે અને 103 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ જિલ્લામાં 45 કેસ નોંધાયા છે અને 71 દર્દીઓ સાજા થયા છે. એક સમયે જામનગરમાં દૈનિક કેસની સંખ્યા 100થી વધારે નોંધાઈ રહી હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી તેમાં ઘટાડો થયો છે. જામનગર શહેરમાં 64 નવા કેસ નોંધાયા છે જેની સામે 80 દર્દીઓ સાજા થયા છે. જામનગર જિલ્લામાં 26 કેસ નોંધાયા છે અને 35 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ જિલ્લામાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

વડોદરામાં પરિસ્થિતિમાં કોઈ ફેર થયો નથી

વડોદરા શહેરમાં પણ કોરોનાની પરિસ્થિતિ ચિંતાજનક છે અને તેમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી. વડોદરા શહેરમાં કોરોનાના 81 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 49 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. બીજી તરફ વડોદરા જિલ્લામાં 43 કેસ નોંધાયા છે અને 35 દર્દીઓ સાજા થયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાથી એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો