એપશહેર

સુરતમાં કોરોનાના 181 અને અમદાવાદમાં 143 નવા કેસ નોંધાયા

સુરતમાં છેલ્લા 24 કલાકમાં મૃત્યુઆંકમાં ઘટાડો જોવા મળ્યો છે, અમદાવાદમાં 223 દર્દીઓ સાજા થયા છે

I am Gujarat 13 Aug 2020, 7:51 pm
ગુજરાતમાં કોરોના વાયરસથી ખરાબ રીતે અસરગ્રસ્ત સુરતમાં કેસની સંખ્યા છેલ્લા ઘણા દિવસોથી કેસની સંખ્યા 200થી નીચેની રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોના વાયરસના 181 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 143 નવા કેસ નોંધાયા છે. જોકે, સુરતમાં મૃત્યુઆંકમાં થોડો ઘટાડો થયો છે. આ ઉપરાંત વડોદરામાં 87 નવા કેસ સામે આવ્યા છે.
I am Gujarat covid 19 in gujarat 181 new coronavirus cases in surat and 143 in ahmedabad
સુરતમાં કોરોનાના 181 અને અમદાવાદમાં 143 નવા કેસ નોંધાયા


અમદાવાદમાં 223 લોકો દર્દીઓ સાજા થયા

અમદાવાદમાં કોરોના વાયરસની સ્થિતિની નિયંત્રણમાં રહેલી છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 143 નવા કેસ નોંધાયા છે. જોકે, તેની સામે 223 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાથી ચાર દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના 23 કેસ નોંધાયા છે અને 12 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ જિલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.

સુરતમાં કોરોનાએ ચાર વ્યક્તિઓનો જીવ લીધો

સુરતમાં પરિસ્થિતિમાં થોડી રાહત છે પરંતુ હજી સુધી સંપૂર્ણ પણે નિયંત્રણમાં આવી નથી. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 181 કેસ સામે આવ્યા છે અને 151 દર્દીઓ સાજા થયા છે. કોવિડ-19ના કારણે સુરતમાં ચાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુરત જિલ્લામાં પણ કેસની સંખ્યા 50ની ઉપર નોંધાઈ છે. સુરત જિલ્લામાં 70 નવા કેસ સામે આવ્યા છે અને 47 દર્દીઓ સાજા થયા છે. સુરત જિલ્લામાં એક વ્યક્તિનું નિધન થયું છે.

વડોદરામાં પણ સ્થિતિ ચિંતાજનક છે

વડોદરામાં પણ કેસની સંખ્યા 90ની આસપાસ રહે છે. વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 87 કેસ સામે આવ્યા છે અને 87 દર્દીઓ સાજા થયા છે. વડોદરા શહેરમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. બીજી તરફ રાજકોટમાં કોરોનાના 63 નવા કેસ નોંધાવ્યા છે જ્યારે એક પણ દર્દી ડિસ્ચાર્જ થયો નથી. રાજકોટ શહેરમાં ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા છે.

ભક્તો વિના કૃષ્ણ મંદિરોમાં ઉજવાઈ જન્માષ્ટમી

કોરોના મહામારીએ બધા તહેવારોનો આનંદ પણ ફિક્કો કરી નાખ્યો છે. કોરોનાને પગલે તકેદારીના ભાગરૂપે વિવિધ મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ કરી દેવાયા છે. ભક્તો ભલે મંદિરે ન જઈ શક્યા હોય, પરંતુ તેઓએ ઘરે બેઠાં પણ ભક્તિભાવ પૂર્વક કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો. ઈતિહાસમાં પ્રથમ વખત કોરોનાના કારણે દ્વારકામાં આવેલું દ્વારકાધીશનું મંદિર ભક્તો માટે બંધ કરવામાં આવ્યું હોવાથી જન્માષ્ટમીએ ભક્તો મંદિરે આવીને ભગવાનના દર્શન કરી શક્યા ન હતા. જોકે, દ્વારકા મંદિર જન્માષ્ટમી નિમિત્તે લાઈવ પ્રસારણ કરાયું હતું. જેનો લાખો ભક્તોએ ઘરે બેઠાં લાભ લીધો હતો અને જન્માષ્ટમીની ઉજવણીમાં પરોક્ષ રીતે સામેલ થયા હતા.

Read Next Story