એપશહેર

અમદાવાદને 'વાયુ'ની ગિફ્ટઃ આજે શહેરમાં વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી

Mitesh Purohit | TNN 18 Jun 2019, 8:05 am
અમદાવાદઃ શહેરીજનોને ગરમીમાંથી રાહત આપતું વરસાદી વાતાવરણ આજે પણ યથાવત રહેશે. ગુજરાતના દરિયામાં રહેલા વાયુ વાવાઝોડાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં થોડા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. તેની સાથે અમદાવાદમાં પણ વાયુની અસરના કારણે છેલ્લા 2-3 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે ગરમીમાં શેકાતા અમાદવાદીનો ઘણી રાહત મળી છે. ત્યારે આજે વરસાદી ઝાપટા મધ્યમ વરસાદમાં ફેરવાઈ શકે છે. જેના કારણે સવારે ઓફિસે જતા પહેલા રેઈનકોટ અને છત્રી સાથે રાખવી જેથી જો વરસાદ પડે તો તમારે પલળવાનો વારો ન આવે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો ગુજરાતના દરિયામાં રહેલું વાવાઝોડું વાયુએ ધાર્યા જેટલું નુકસાન નથી કર્યું અને હવે તેણે સોમવારથી વાવાઝોડામાંથી હવાના દબાણનું સ્વરુપ ધારણ કરી લીધું છે જેના કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો સાથે અમદાવાદમાં પણ હળવોથી મધ્યમ કક્ષાનો વરસાદ લાવી શકે છે. તેવું ભારતીય હવામાન ખાતાનું અનુમાન છે. સોમવારે શહેરનું મહત્તમ તાપમાન 35.8 ડીગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જે સામાન્ય રીતે રહેતા તાપમાન કરતા 2.5 ડિગ્રી જેટલું નીચે હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહ્યું હતું. હવામાન ખાતા મુજબ મંગળવારે પણ તાપમાનનો પારો 35 ડિગ્રીની આસપાસ જ રહી શકે છે. જ્યારે ગુજરાતના તમામ મોટા શહેરોમાં તાપમાનનો પારો એવરેજ 38 ડીગ્રીની નીચે રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેટા મુજબ સોમવારે સાંજે 4 વાગ્યા સુધીમાં અમાદવાદમાં 18.72mm જેટલો વરસાદ પડી ચૂક્યો છે. શહેરમાં પડેલા કુલ વરસાદ પૈકી દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં અત્યાર સુધી સૌથી વધુ 29mm વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તરીય વિસ્તારોમાં 27.35mm જેટોલ વરસાદ પડ્યો છે. એજ રીતે શહેરના ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં 20mm વરસાદ પડ્યો છે જ્યારે શહેરના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારોમાં 18mm જેટલો વરસાદ પડ્યો છે. વરસાદી સીઝનની શરુઆત સાથે જ શહેરમાં કેટલાક વિસ્તારોમાં ઝાડના પડવાની ફરિયાદો પણ કોર્પોરેશનના ગાર્ડન વિભાગને મળી છે.

Read Next Story