એપશહેર

કોરોના: છેલ્લા 24 કલાકમાં સુરતમાં નવા 232 અને અમદાવાદમાં 161 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ વધતાં છેલ્લા 24 કલાકમાં 1087 કેસ સામે આવતા હવે કોરોનાનો કુલ આંકડો પણ 76569એ પહોંચ્યો છે.

I am Gujarat 14 Aug 2020, 9:34 pm
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 161 કેસ નોંધાયા છે. જ્યારે બીજી બાજુ અમદાવાદમાં 247 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 232 કેસ નોંધાયા છે. જ્યારે બીજી બાજુ સુરતમાં 204 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 4 અને સુરતમાં 1 દર્દીનું કોરોનાને કારણે મોત થયું છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 107 દર્દીઓ નોંધાયા છે. બીજી બાજુ વડોદરામાં 184 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે.
I am Gujarat r2


દેશમાં એક જ દિવસમાં કોરોના સંક્રમણના 64553 નવા કેસ સામે આવ્યા છે અને આ સાથે જ કોરોના સંક્રમણની કુલ સંખ્યા પણ 24,61,190 થઈ છે. ગત 24 કલાકમાં 1007 લોકોના કોરોનાના કારણે મોત નીપજ્યાં છે તો રિકવરી રેટ પણ 70.77% થઈ ગયો છે. ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ વધતાં છેલ્લા 24 કલાકમાં 1087 કેસ સામે આવતા હવે કોરોનાનો કુલ આંકડો પણ 76569એ પહોંચ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો