એપશહેર

સોસાયટીમાં પાર્કિંગ મુદ્દે ડિલીવરી બોયને સિક્યુરિટી ગાર્ડે પટ્ટેને પટ્ટે ઝૂડી નાખ્યો

થલતેજમાં પિઝા ડિલીવરી કરવા પહોંચેલા બોયને એક ખરાબ અનુભવ થયો હતો. સોસાયટીમાં પહોંચ્યા બાદ ડિલીવરી બોયે પોતાનું બાઈક સિક્યુરિટી ગાર્ડની કેબિન પાસે પાર્ક કર્યુ હતુ. પરત ફર્યો ત્યારે કોઈએ તેની બાઈક આગળ વાહન પાર્ક કરી દીધુ હતુ. જેથી ડિલીવરી બોયે સિક્યુરિટી ગાર્ડને વાહન હટાવવા વિનંતી કરતા ઉશ્કેરાઈ ગયો હતો. બાદમાં ડિલીવરી બોયને પટ્ટાથી માર મારતા ઈજાગ્રસ્ત થયો હતો.

Edited byમનીષ કાપડિયા | TNN 20 Sep 2022, 12:03 pm

હાઈલાઈટ્સ:

  • થલતેજમાં પિઝા ડિલીવરી કરવા ગયેલા બોયને સિક્યુરિટી ગાર્ડે માર માર્યો
  • સોસાયટીમાં પાર્કિંગ મુદ્દે સિક્યુરિટી ગાર્ડે પટ્ટાથી ડિલીવરી બોયને ઝૂડી નાખ્યો
  • ડિલીવરી બોય ઈજાગ્રસ્ત થતા તેને સરવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat ahmedabad Delivery boy beaten over parking
અમદાવાદઃ શહેરમાં ફૂડ ડિલીવર કરવાના વ્યવસાયમાં અનેક યંગસ્ટર્સ કામ કરી રહ્યા છે. ડિલીવરી બોય્ઝ ઓર્ડર કરનારાઓને ઘરે જઈને તેમની મનપસંદનું ફૂડ પહોંચાડતા હોય છે. ત્યારે આવા ફૂડ ડિલીવરી બોય સાથે મારઝૂડ થવાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આવો જ એક કિસ્સો અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં આવેલી એક સોસાયટીમાં ફૂડ ડિલીવર કરલા પહોંચેલા બોયને સિક્યુરિટી ગાર્ડે પટ્ટેને પટ્ટે માર માર્યો હતો. સોસાયટીમાં પાર્કિંગ કરવાના સમાન્ય મુદ્દે સિક્યુરિટી ગાર્ડે ડિલીવરી બોયને ઝૂડી નાખ્યો હતો. જે બાદ આખો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પિઝા ડિલીવર કરવા આવ્યો હતો
બોડકદેવ વિસ્તારમાં રહેતો 21 વર્ષીય નિલેષ સેનમા થલતેજમાં પિઝા ડિલીવરીનું કામ કરે છે. નિલેષે પોલીસને જણાવ્યા મુજબ, તે થલતેજમાં છેલ્લાં દોઢ વર્ષથી પિઝા ડિલીવરીનું કામ કરે છે. સોમવારે બપોરે તેને થલતેજમાં આવેલી એક સોસાયટીમાં પિઝા ડિલીવર કરવા માટે કહેવામાં આવ્યું હતું. ઓર્ડર મળતા બાદ તે થલેજમાં આવેલી સોસાયટીએ પહોંચ્યો હતો. સોસાયટીમાં આવેલી સિક્યુરિટી ગાર્ડની કેબિન પાસે તેણે પોતાનું બાઈક પાર્ક કર્યુ હતુ અને પિઝા ડિલીવર કરવા માટે ગયો હતો.
Criminal પતિઃ ક્રાઈમની સિરિયલ જોઈ પત્નીના મોંઢામાં વેલણ નાખતો, TVનો અવાજ ફૂલ કરી ભયંકર કૃત્ય આચરતો
સિક્યુરિટી ગાર્ડ પાર્કિંગ મુદ્દે ઉશ્કેરાયો
ગ્રાહકને પિઝા ડિલીવર કરીને તે તરત પરત ફર્યો હતો. એ સમયે તેણે પાર્ક કરેલા તેના બાઈકની સામે કોઈએ પોતાનું વાહન પાર્ક કરી દીધુ હતુ. જેથી બાઈક કાઢવું મુશ્કેલ હતું. એટલે તેણે સિક્યુરિટી ગાર્ડને આ વાહન હટાવવા માટે વિનંતી કરી હતી. ત્યારે એક સિક્યુરિટી ગાર્ડ ઉશ્કેરાઈ ગયો હતો. બાદમાં તણે તેની પાસેના પટ્ટાથી તેને માર માર્યો હતો. જેના કારણે ડિલીવરી બોયને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને લોહી નીકળ્યુ હતુ.
કચ્છઃ સહી-સિક્કા માટે ખાલી રુ. 1500ની લાંચ માગનારા તલાટી કમ મંત્રીનો જબરો ખેલ પડી ગયો
માર મારતા ડિલીવરી બોય ઈજાગ્રસ્ત
લોહી નીકળતા તેણે 108 એમ્બ્યુલન્સને ફોન કરીને ઘટના સ્થળે બોલાવી હતી. બાદમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ નિલેષને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બાદમાં આ મામલે મેડિકો લીગલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે પણ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, આ પહેલો કેસ નથી કે કોઈ ફૂડ ડિલીવરી બોયને આ રીતે માર મારવામાં આવ્યો હોય. ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.
Read Latest Ahmedabad news And Gujarati News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story