એપશહેર

મહિલા અધિકારીને બીભત્સ ફોટા મોકલનારા ડે. કલેક્ટર મયંક પટેલનો જામીન પર છૂટકારો

જામીન અરજીમાં મયંક પટેલનો દાવો, 'મને હનીટ્રેપમાં ફસાવાયો છે... ભૂતકાળમાં પ્રેમસંબંધ હોવાની ખુદ મહિલાએ જ કબૂલાત કરી છે'

I am Gujarat 11 Nov 2021, 10:47 am
અમદાવાદ: મોડાસાના પ્રાંત અધિકારી મયંક પટેલની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કર્યા બાદ બુધવારે કોર્ટે આરોપીને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. એક વર્ગ-2 અધિકારી મહિલાને કથિત અશ્લીલ ફોટોગ્રાફ્સ મોકલવાના આરોપમાં મયંક પટેલની ધરપકડ થઈ હતી. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોતાની જામીન અરજીમાં આરોપીએ તમામ શરતોનું પાલન કરવાની બાંહેધરી આપતા તેમજ પોલીસે પણ રિમાન્ડની માગ ના કરતા તેમને જામીન મળી ગયા હતા.
I am Gujarat deputy collector mayank patel arrested by ahmedabad cyber crime released on bail
મહિલા અધિકારીને બીભત્સ ફોટા મોકલનારા ડે. કલેક્ટર મયંક પટેલનો જામીન પર છૂટકારો


આરોપીએ પોતાની જામીન અરજીમાં એવો પણ દાવો કર્યો છે કે, ફરિયાદમાં ખુદ ફરિયાદીએ જ સ્વીકાર્યું છે કે તેની અને પોતાની વચ્ચે અગાઉ પ્રેમસંબંધો હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે મહિલાને ક્યારેય પરેશાન નથી કરી. ફરિયાદ અનુસાર જો મહિલાને દોઢ વર્ષથી હેરાન કરવામાં આવી હોત તો અત્યારસુધી કોઈ જગ્યાએ અરજી કે ફરિયાદ આપવામાં કેમ નથી આવ્યા?

મયંક પટેલનો દાવો, 'હું હનીટ્રેપનો ભોગ બન્યો'

મહિલાએ પોતાના પર લગાવેલા તમામ આરોપોને ફગાવી દેતા જામીન અરજીમાં મયંક પટેલે એવો દાવો કર્યો છે કે આ પ્રકરણમાં તેમને પોતાને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, ફરિયાદમાં પોતાનું આખું નામ કે સરનામું પણ ના હોવાનો મુદ્દો પણ તેમણે કોર્ટ સમક્ષ ઉપસ્થિત કર્યો હતો.

મયંક પટેલ સામે કયા આરોપ?

સાયબર ક્રાઈમના ડીસીપીના જણાવ્યા અનુસાર, આરોપી મયંક પટેલ પાસેથી ત્રણ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ સિવાય તેમના દ્વારા અન્ય મોબાઈલ નંબર દ્વારા પણ ફરિયાદીને મેસેજ કરવામાં આવ્યા હતા. ફરિયાદીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, મયંકે સમાજમાં બદનામી કરવાના ઈરાદે વોટ્સએપ પર ફોટા મોકલવા ઉપરાંત વિડીયો કોલ્સ કર્યા હતા. તેમને અનેકવાર સમજાવવા છતાંય તેઓ માન્યા ના હતા અને હેરાનગતિ ચાલુ રાખી હતી. એટલું જ નહીં, મહિલાના 12 વર્ષના દીકરાને પણ મયંક પટેલે ફોટોગ્રાફ્સ મોકલ્યા હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે.

મહિલા અને મયંક કઈ રીતે પરિચયમાં આવ્યા?

મયંક પટેલે પોતાની કારકિર્દીની શરુઆત ક્લાર્કથી કરી હતી. તેઓ નાયબ મામલતદાર તેમજ ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારબાદ જીપીએસસીની પરીક્ષા ક્લિયર કરી તેઓ ડેપ્યુટી કલેક્ટર બન્યા હતા. અગાઉ ફરિયાદી મહિલા અને આરોપી મયંક પટેલ સાથે કામ કરતા હતા. 2016માં સરકારી મિટિંગમાં તેઓને અવારનવાર મળવાનું પણ થતું હતું, અને તે વખતે તેઓ એકબીજાના પરિચયમાં આવ્યા હતા, અને બંનેએ એકબીજાના નંબર એક્સચેન્જ કર્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, એક સમયે બંનેને એકબીજાના ઘરે પણ આવવા-જવાના સંબંધ હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો