એપશહેર

અમદાવાદઃ સાબરમતીમાં છોડાયું પાણી, રિવરફ્રન્ટ બંધ કરાયો

Hitesh Mori | I am Gujarat 24 Jul 2017, 10:25 pm
I am Gujarat due to heavey rain tuesday ahmedabads all priamery schools closed
અમદાવાદઃ સાબરમતીમાં છોડાયું પાણી, રિવરફ્રન્ટ બંધ કરાયો


ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું

અમદાવાદઃ સતત પાંચ દિવસથી અમદાવાદમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. હાલ પણ અમદાવાદમાં વરસાદ ચાલું જ છે. ધરોઈ ડેમમાં ભરાઈ જતા 50 હજારથી 1 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી સાબરમતી રિવરફ્રન્ટ પર મંગળવારે વહેલી સવારે 5 વાગે પહોંચશે. તકેદારીના પગલા રૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને અપીલ કરી છે કે જ્યાં સુધી જાણકારી આપવામાં ન આવે ત્યાં સુધી રિવરફ્રન્ટ ન જવા માટે સલાહ આપી છે.

વાસણા બેરેજના પણ દરવાજા ખોલાયા

સાબરમતી નદીમાં પાણીના પ્રવાહમાં વધારાને ધ્યાનમાં રાખીને વાસણા બેરેજના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ હજુ ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે.

અમદાવાદની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા

ભારે વરસાદને કારણે અમદાવાદ તેમજ ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ શિક્ષકોને શાળામાં હાજર રહી લોકોને મદદ માટે કહેવામાં આવ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો