એપશહેર

કોકલીયર ઈમ્પ્લાનટ માટેનો ખર્ચ રી-એમ્બર્સ કરી અપાશે

I am Gujarat 16 Jul 2016, 12:30 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat expense for coklear implant will be reimburse
કોકલીયર ઈમ્પ્લાનટ માટેનો ખર્ચ રી-એમ્બર્સ કરી અપાશે


રાજ્ય સરકારે હવેથી તેના કર્મચારીઓ અને અધિકારીઓના આશ્રિતો માટેની ‘કોકલીયર ઈમ્પ્લાન્ટ’ સારવાર અંગેનો ખર્ચ સંખ્યાબંધ શરતોને આધિન રહીને રીએમ્બર્સમેન્ટ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, અલગઅલગ વયમર્યાદાના બાળકો-કિશોરો માટે કોકલીયર ઈમ્પ્લાન્ટનો અલગઅલગ ખર્ચ રીએમ્બર્સમેન્ટ મંજૂર કરવાનું નક્કી કરાયું છે અને એમાં પણ 16 વર્ષથી વધુ વયના કિશોરોને આ લાભ નહીં આપવાની પણ સરકારે જાહેરાત કરી છે.

જન્મજાત સાંભળી ન શકતા બાળકોની બહેરાશ દૂર કરવા માટે ‘કોકલીયર ઈમ્પ્લાન્ટ સિસ્ટમ’ બેસાડવાનું ઓપરેશન કરવું પડે છે. જેની સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ હોવા છતાં અને અહીં લીધેલી સારવારનો ખર્ચ રી-એમ્બર્સમેન્ટના પાત્ર હોવા છતાં સરકારના નિયમોમાં કોકલીયર ઈમ્પ્લાન્ટનો ઉલ્લેખ ન હોવાથી તે ખર્ચ મજરે લેવા સરકારની મંજૂરી લેવી પડતી હતી એટલે હવે, સરકારે આ નિર્ણય લીધો છે. સારવારનો ખર્ચ રીએમ્બર્સમેન્ટ મેળવવા કોર્ટ કેસોના કિસ્સામાં અરજદારો દ્વારા પિટિશન પરત ખેંચાયાની શરતે જ રીએમ્બર્સમેન્ટ મંજૂર કરી શકાશે.

મંજૂરી માટેની શરતો કઈ? કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરીનો લાભ 1થી 16 વર્ષની વય સુધી જ મળી શકશે સરકારી હોસ્પિટલો,સિવિલ હોસ્પિટલ-અમદાવાદના તજજ્ઞ ડોકટરો દ્વારા ભલામણ જરૂરી માત્ર સરકારી હોસ્પિટલોમાં જ ઓપરેશન માન્ય રહેશે ઓપરેશન પહેલાં પ્રિ-ઈન્વેસ્ટિગેશન, જરૂરી ટેસ્ટ કરાવવાના રહેશે ઓપરેશન પૂર્વ આયોજિત હોવાથી પૂર્વ મંજૂરી સિવાયના ઓપરેશન માટે રકમ રીએમ્બર્સમેન્ટ નહીં

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો