એપશહેર

ભારે કરી.. દશેરાને મોંઘવારી નડશે! ફાફડા 600 રુપિયે, જલેબી 800 રુપિયે કિલો!

નવરંગ સેન | I am Gujarat 7 Oct 2019, 3:08 pm
અમદાવાદ: આવતીકાલે દશેરા છે, અને સ્વાદના શોખીન અમદાવાદીઓની દશેરાની ઉજવણી ફાફડા-જલેબી વિના અધૂરી ગણાય છે. જોકે, આ વખતે ફાફડા અને જલેબીનો આસ્વાદ માણવા માટે તમારે ખિસ્સાં વધારે હળવા કરવા પડશે, કારણકે આ વખતે આ બંને ફરસાણના ભાવમાં જોરદાર વધારો થયો છે. અમદાવાદમાં ફાફડાની સરેરાશ કિંમત 600 રુપિયા પ્રતિ કિલોની છે, જ્યારે જલેબીના ભાવ 800 રુપિયાની આસપાસ બોલાઈ રહ્યા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો જોકે, પશ્ચિમ અમદાવાદની જાણીતી ફરસાણની દુકાનો તો ફાફડાના 700 થી 750 રુપિયાજ્યારે ચોખ્ખા ઘીની જલેબીના 1000 થી 1200 રુપિયા વસૂલી રહી છે. નવાઈની વાત એ છે કે, હાલ બજારમાં બેસનનો ભાવ 80 રુપિયે કિલો છે, પરંતુ તેમાંથી જ બનતા ફાફડાના ભાવ તેના કરતાં સાત થી આઠ ગણા વધારે છે. અમદાવાદમાં આમ તો દર વર્ષે આઠમા નોરતાથી જ વેપારીઓ મંડપ બાંધીને ફાફડાનો સ્ટોક કરવાનું શરુ કરી દેતા હતા. જોકે, આ વખતે ગમે ત્યારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે વેપારીઓ સ્ટોક કરવાથી પણ દૂર રહ્યા છે. જો વરસાદને કારણે ફાફડા હવાઈ જાય તો વેપારીઓને મોટું નુક્સાન ઉઠાવવું પડે તેમ છે. વેપારીઓનું માનીએ તો, દશેરાના ટાણે ફાફડા બનાવે તેવા એક્સપર્ટ કારીગરો શોધવા પણ મુશ્કેલ હોય છે. આવા સમયે કારીગરોને મો માગી કિંમત આપીને લાવવા પડે છે, તેના કારણે પણ ખર્ચો વધી જતો હોય છે. બીજી તરફ, મોંઘાભાવે મળતા ફાફડા-જલેબી ખાવાલાયક છે કે નહીં તેની ચકાસણી કરવા માટે કોર્પોરેશન સેમ્પલ લેતું હોય છે. પરંતુ આ સેમ્પલોના રિપોર્ટ દશેરા પછી જ આવે છે અને ભાગ્યે જ કોઈ ફરસાણવાળા સામે તે અંગ પગલાં ભરવામાં આવે છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story