એપશહેર

પાંચમો સીરો સર્વે: 81% અમદાવાદીઓમાં મળ્યા કોવિડ એન્ટીબોડી

કોરોનાની ઘાતક બીજી લહેર પછી 28 મેથી 3 જૂન વચ્ચે પાંચમો સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. લેટેસ્ટ સર્વે મુજબ મહિલાઓ કરતાં પુરુષોમાં સીરોપોઝિટિવિટી રેટ વધુ છે.

Authored byHimanshu Kaushik | Edited byશિવાની જોષી | TNN 19 Jul 2021, 8:46 am

હાઈલાઈટ્સ:

  • દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં રહેતા અમદાવાદીઓમાં કોરોનાના એન્ટીબોડીનું લેવલ સૌથી વધારે જોવા મળ્યું છે.
  • દક્ષિણ-પશ્ચિમ ઝોનની સાથે દક્ષિણ ઝોનની 87% વસ્તીમાં પણ કોવિડ એન્ટીબોડી છે.
  • હાઈ સીરોપોઝિટિવિટી બે પરિબળોને આભારી છે- ડેલ્ટા વેરિયંટ ઈન્ફેક્શન અને રસીકરણ.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat ahd sero
પ્રતિકાત્મક તસવીર
અમદાવાદ: દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં રહેતા અમદાવાદીઓમાં કોરોનાના એન્ટીબોડીનું લેવલ સૌથી વધારે જોવા મળ્યું છે. આ ઝોનમાંથી લેવાયેલા સેમ્પલમાંથી 87% વસ્તીમાં કોવિડ એન્ટીબોડી મળી આવ્યા છે. જણાવી દઈએ કે, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં જોધપુર, વેજલપુર, સરખેજ અને મક્તમપુરા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.
આ આંકડો પાંચમા કોવિડ સીરો સર્વેના ફાઈનલ રિઝલ્ટમાં બહાર આવ્યો છે. કોરોનાની ઘાતક બીજી લહેર પછી 28 મેથી 3 જૂન વચ્ચે પાંચમો સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

પત્નીના નામે પ્રોપર્ટી હોવાના અનેક ફાયદા છે, ટેક્સ પણ બચે અને કેટલાક ચાર્જ પણ નથી લાગતાં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) 5,000 જેટલા લોકોના સેમ્પલ લીધા હતા અને તેમાંથી એકંદરે 81.63% સીરોપોઝિટિવિટી મળી છે. અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ જૂન મહિનામાં અહેવાલ પ્રસારિત કર્યો હતો કે, સીરો સર્વેના પ્રાથમિક રિઝલ્ટમાં 70%થી વધુ અમદાવાદીમાં કોવિડ એન્ટીબોડી મળ્યા છે.

દક્ષિણ-પશ્ચિમ ઝોનની સાથે દક્ષિણ ઝોનની 87% વસ્તીમાં પણ કોવિડ એન્ટીબોડી છે. આ ઝોનમાં મણીનગર, ઈન્દ્રપુરી, કાંકરિયા, વટવા, લાંભા અને બહેરામપુરાનો સમાવેશ થાય છે. આ બંને ઝોનમાં હાઈ સીરોપોઝિટિવિટી બે પરિબળોને આભારી છે- ડેલ્ટા વેરિયંટ ઈન્ફેક્શન અને રસીકરણ.

લેટેસ્ટ સીરોપોઝિટિવિટી રિપોર્ટ એપ્રિલથી મે મહિના દરમિયાન કોરોનાએ અમદાવાદમાં મચાવેલા કાળા કહેરનો ચિતાર આપે છે. AMCના સિનિયર અધિકારીએ કહ્યું, "ફેબ્રુઆરી દરમિયના અમે ચોથો સીરો સર્વે હાથ ધર્યો હતો અને એ સમયે લીધેલા સેમ્પલમાંથી 27.92% લોકોમાં કોવિડ એન્ટીબોડી હતા. મે મહિનાના અંત સુધીમાં ડેલ્ટા વેરિયંટથી સંક્રમિત થયેલી વસ્તીનો આંક મોટો હતો. અગાઉના વેરિયંટ ડેલ્ટા વેરિયંટ જેટલા ચેપી નહોતા."

2020માં જૂન, ઓગસ્ટ અને ઓક્ટોબર દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ત્રણ સીરો સર્વે પૂરા કર્યા હતા. આ સર્વેના પરિણામ મુજબ લીધેલા સેમ્પલમાંથી અનુક્રમે 17.6%, 23.2% અને 24.2% વસ્તીમાં એન્ટીબોડી હતા.

ભારત સહિત અનેક દેશોમાં પેગાસસ સ્પાઈવેર સોફ્ટવેરથી પત્રકાર, એક્ટિવિસ્ટની જાસૂસીઃ રિપોર્ટ

લેટેસ્ટ સીરો સર્વે પ્રમાણે, મહિલાઓની સરખામણીએ પુરુષોમાં સીરોપોઝિટિવિટી વધુ છે. પુરુષોના 1900 સેમ્પલ લેવાયા હતા જેમાંથી 82%માં એન્ટીબોડી મળી આવ્યા છે, જ્યારે મહિલાઓના 2100 સેમ્પલમાાંથી 81%માં એન્ટીબોડી મળ્યા છે. જે લોકોને ક્યારેય કોરોના થયો નથી અથવા રસી લીધી નથી તેમની સીરોપોઝિટિવિટી 76.7% છે, તેવો રિપોર્ટમાં ઉલ્લેખ છે. જે લોકોને કોરોના થઈ ચૂક્યો છે અને વેક્સીનના બે ડોઝ લઈ લીધા છે તેમનામાં સીરોપોઝિટિવિટી 97.4% છે.

શહેરની કુલ સીરોપોઝિટિવિટીની વાત કરીએ તો, 4,969 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી સાઉથ ઝોનમાં 87.7%, સાઉથ-વેસ્ટ ઝોનમાં 87.2%, ઉત્તર ઝોનમાં 83.8%, મધ્ય ઝોનમાં 81.2%, પશ્ચિમ ઝોનમાં 79.3%, ઉત્તર-પશ્ચિમમાં 78.8% અને પૂર્વ ઝોનમાં 74.2% સીરોપોઝિટિવિટી મળી છે.
લેખક વિશે
Himanshu Kaushik
Himanshu Kaushik is Senior Assistant Editor at The Times of India, Ahmedabad. He reports on Wildlife and state government. He takes special interest in reporting on wildlife, especially the lions of Gir. His likes listening to music.... વધુ વાંચો

Read Next Story