એપશહેર

હાર્દિકના ખાસ સાથી રેશમા અને વરુણ ભાજપમાં જોડાઈ ગયાં

નવરંગ સેન | I am Gujarat 21 Oct 2017, 9:34 pm
I am Gujarat former aid of hardik patel reshma and varun patel join bjp
હાર્દિકના ખાસ સાથી રેશમા અને વરુણ ભાજપમાં જોડાઈ ગયાં


નીતિન પટેલ, જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાયા

અમદાવાદ: ગુજરાતની વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા જ પાટીદાર નેતા હાર્દિક પટેલના એક સમયના ખાસ સાથીઓ રેશમા પટેલ તેમજ વરુણ પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે. આજે રેશમા અને વરુણે ગાંધીનગર ખાતે પ્રદીપસિંહ જાડેજા, ડે. સીએમ નીતિન પટેલ તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, રેશમા અને વરુણ પટેલે અમિત શાહ સાથે બેઠક કરી હતી, અને ત્યાર બાદ તેમનો ભાજપમાં પ્રવેશવાનો તખ્તો તૈયાર કરાયો હતો.

ભાજપમાં જોડાતા જ રેશમા, વરુણ પટેલના સૂર બદલાયા

હજુ હમણા સુધી હાર્દિક અને પાટીદાર અનામત આંદોલનની સાથે રહેલા તેમજ ભાજપની ટીકા કરવામાં કશું બાકી ન રાખનારા રેશમા અને વરુણના સૂર ભાજપમાં જોડાતા જ બદલાઈ ગયા છે. તેમણે હાર્દિક પટેલને કોંગ્રેસનો એજન્ટ ગણાવ્યો હતો. રેશમા પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક ટિકિટનો સૌદાગર છે.

હાર્દિકે આપી પ્રતિક્રિયા

પાસના વધુ કાર્યકરો ભાજપમાં જોડાશે?

પાટીદાર આંદોલનમાં ભંગાણ પાડવા સરકાર છેલ્લા કેટલાક સમયથી એડીચોટીનું જોર લગાવી રહી છે. બીજી તરફ, સમાચાર એવા પણ આવી રહ્યા છે કે, 40 જેટલા પાસના કાર્યકરો ભાજપમાં જોડાઈ શકે છે.પાટીદારો માટે સરકારે કેસ પાછા ખેંચી લેવાથી લઈને કેટલાક અન્ય પગલાંની પણ જાહેરાત કરી છે. મહત્વનું છે કે, પાટીદારોનો ગુસ્સો વિધાનસભા ચૂંટણીમાં ન નડે તે માટે ભાજપની ટોચની નેતગીરી કામે લાગી છે, અને પાટીદારોને મનાવવા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે.

ભાજપ યુવા મોરચાના પ્રમુખે આવકાર્યા

લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો