એપશહેર

ગાંધીનગર ગિફ્ટ સીટી પાસે કન્સ્ટ્રક્શન સાઈટ પર માટી ધસી પડતા બે શ્રમિકો દટાયા

દટાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટેનું રેસ્ક્યૂ કામગીરી ચાલી રહી છે, એક શ્રમિકને બહાર કઢાયો હોવાનું સામે આવ્યું છે

I am Gujarat 25 Sep 2020, 4:53 pm
ગાંધીનગરઃ કોરોના બાદ હવે ધીરે ધીરે ધંધા રોજગાર ફરી ચાલુ થયા છે. ઘણા મહિનાઓથી મંદ કન્સ્ટ્રક્શન સાઈટો ફરી શરૂ થઈ છે. ગાંધીનગરમાં ગિફ્ટ સીટી પાસે એક કન્સ્ટ્રક્શન સાઈટ પર ચાલી રહેલી કામગીરી દરમિયાન જમીન ધસી પડી હતી. આ અકસ્માતમાં બે શ્રમિકો દટાયા હોવાનું સામે આવ્યું છે.
I am Gujarat gandhinagar two labour injurd when a landslide hit a construction site
ગાંધીનગર ગિફ્ટ સીટી પાસે કન્સ્ટ્રક્શન સાઈટ પર માટી ધસી પડતા બે શ્રમિકો દટાયા


કામ કરતી વખતે અચાનક જમીન ધસી પડતા દટાયેલા શ્રમિકોને બચાવવા માટે અન્ય શ્રમિકો અને કારીગરો દોડી આવ્યા. તેમણે માટીમાં દટાયેલા શ્રમિકોની શોધખોળ હાથ ધરી. સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ બેમાંથી એક શ્રમિકને બહાર કાઢવામાં આવ્યો છે તેમજ અન્યની શોધ કરવામાં આવી રહી છે.

ઘટના સ્થળે એકઠા થયેલા લોકોએ 108ને પણ બોલાવી હતી. જોકે આ ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. દટાયેલા શ્રમિકોની સ્થિતિ હાલ કેવી છે અને તેમને ઈજા થઈ છે કે નહીં તે અંગે પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ઘણી વખત આવી મોટી કન્સ્ટ્રક્શન સાઈટો પર સરકાર દ્વારા નક્કી કરેલા ધારા ધોરણોનું પાલન કરવામાં આવતું હોતું નથી. જેના કારણે અકસ્માતની શક્યતા વધારે રહે છે. હવે જોવાનું એ રહેશે શું આ કન્સ્ટ્રક્શન સાઈટ પર નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં?

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો