એપશહેર

અ'વાદઃ ઈન્ટરનેટ પર પોર્ન કન્ટેન્ટ જોતા છોકરી આઘાતમાં, અભયમની લેવી પડી મદદ

Yogesh Gajjar | TNN 13 Oct 2019, 11:18 am
અમદાવાદઃ આજના આધુનિક સમયમાં આપણા મોટાભાગના કામો ટેકનોલોજી પર આધારિત થવા લાગ્યા છે. ઈન્ટરનેટને માહિતીનો ખજાનો કહેવાય છે, તેમાં તમને સારીથી લઈને ખરાબ સુધી બધી માહિતી મળે છે. આજના બાળકો પણ હવે ભણવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા થયા છે. ત્યારે બાળકને ઈન્ટરનેટ વાપરવા આપતા મા-બાપ માટે આંઘ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. આ અઠવાડિયે અભયમના કાઉન્સેલર પાસે એક વિચિત્ર કેસ આવ્યો જેમાં આઘાતમાં સરી પડેલી દીકરી માટે તેની માતાએ મદદ માગી. મહિલાએ કાઉન્સેલરને જણાવ્યું હતું કે તેમની દીકરી ઓનલાઈન અભ્યાસ માટે મટીરિયલ શોધતા દરમિયાન પોર્નોગ્રાફીક કન્ટેન્ટ જોઈને આઘાતમાં પડી ગઈ હતી. હાલમાં છોકરીનું કાઉન્સેલિંગ કરીને માનસિક નિદાન માટે મોકલાઈ છે. કાઉન્સેલરે જણાવ્યું કે, ઓનલાઈન પોર્નોગ્રાફીક કન્ટેન્ટ જોયા બાદ થોડા દિવસો સુધી દીકરી નાની-નાની વાતમાં ઉશ્કેરાઈ કે લાગણીશીલ થઈ જતા તેની માતાને ચિંતા થવા લાગી. છોકરી શહેરની એક જાણીતી સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તે ટોપર છે. તે સ્ટડી મટીરિયલ શોધવા અને મિત્રો સાથે સંપર્કમાં રહેલા ઘણો સમય ઈન્ટરનેટ યુઝ કરતી. પરંતુ એદ દિવસે અભ્યાસ સંબંધીત કોઈ મટીરિયલ શોધતા સમયે તે અચાનક એક પોર્ન સાઈટ પર પહોંચી ગઈ. અભયમના સીનિયર અધિકારીએ જણાવ્યું, પોર્ન વિડીયો અને ફોટોની છોકરીના મગજ પર ખરાબ અસર પડી. અમે તેને યોગ્ય અને અયોગ્ય ઓનલાઈન લિંક્સ અને તેનાથી કેવી રીતે દૂર રહી શકાય તે સમજાવ્યું. અમે તેના માતા-પિતાનું પણ કાઉન્સેલિંગ કર્યું. શહેરના એક મનોચિકિત્સકે જણાવ્યું, આજના પેરેન્ટ્સમાં બાળકો માટે સેફ વેબ મોટી ચિંતા છે. પેરેન્ટલ કંટ્રોલ અને અયોગ્ય કન્ટેન્ટને ફિલ્ટર કરવા માટેના કેટલાક ટૂલ્સ ઉપલબ્ધ છે. જો તમારું બાઈક ઓનલાઈન સર્ફિંગ કરતું હોય તો આવા કંટ્રોલનો ખાસ ઉપયોગ કરવો જોઈએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો