એપશહેર

ફેસબુક પર ફ્રેન્ડશિપ બાદ લગ્ન કરી કપલ કેનેડા ગયું, પાછા ફર્યા બાદ છૂટુ પડ્યું

નવરંગ સેન | I am Gujarat 8 Feb 2020, 11:44 pm
અમદાવાદઃ આજનો જમાનો સોશિયલ મીડિયાનો છે અને તેમાં પણ ફેસબુક ઘણું લોકપ્રિય છે. ફેસબુક પર ઘણી વખત છોકરા-છોકરી વચ્ચે મિત્રતા થયા બાદ તેમની મિત્રતા લગ્નમાં પણ પરીણમતી હોય છે. આવી જ એક ઘટના ઘાટલોડિયામાં રહેતી યુવતી સાથે બની છે. આ યુવતીને ફેસબુક પર ફ્રેન્ડશિપ થયા બાદ પ્રેમ થયો હતો. તેને જે યુવક સાથે પ્રેમ થયો હતો તેની સાથે લવ મેરેજ કર્યા બાદ કપલ કેનેડા ગયું હતું. પરંતુ ભારત પરત ફર્યા બાદ તેમના સંબંધો બગડ્યા હતા અને હવે આ યુવતીએ તેના પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે. ઘાટલોડિયામાં રહેતા ઉર્મીબહેને 2017મા ફેસબુક પર અતુલ (નામો બદલ્યા છે) સાથે ફ્રેન્ડશિપ થઈ હતી. ત્યારબાદ બંને અવારનવાર મળતા હતા અને એકબીજાને દિલ દઈ બેઠા હતા. બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, અતુલના પરિવારે લગ્નની ના પાડી હતી પરંતુ બાદમાં 12-12-2018મા આર્યસમાજમાં તેમણે લગ્ન કર્યા હતા. અઠવાડિયા પછી આશીર્વાદ લેવા માટે ગયા તો સાસુ-સસરાએ ઉર્મીને ઘરમાં પ્રવેશ આપ્યો ન હતો. સાસુ-સસરાએ ઉર્મીને અમારા ઘરે ખાલી હાથે મોકલી તેમ કહીને ગાળો આપી હતી. તેથી કપલ ભાડે ફ્લેટ રાખીને રહેતા હતા પરંતુ તેમણે ત્યાં જઈને ધમકી આપીને માર મારી, ફ્લેટ, કાર માગ્યાની ફરિયાદ નોંધાવી હતી. તે દરમિયાન તેમના કેનેડાના વિઝા કન્ફર્મ થતા ટિકિટ માટે તથા ત્યાં વાપરવા માટે રૂપિયા 3.90 લાખ ઉર્મી પિતૃગૃહેથી લાવી હતી. 3 ડિસેમ્બરે કપલ કેનેડા ગયા હતા. ત્યાં પતિ અતુલે કેનેડામાં ઉર્મીની નણંદની ચડામણીથી માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. 24 જાન્યુઆરીએ તેઓ પાછા ફર્યા અને પતિ પાછા ન લઈ જવાના કારણે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો