એપશહેર

યુવતીએ કહ્યું 'ઘરે એકલી છું', લાળ ટપકાવીને પહોંચેલા ચાંદખેડાના વેપારીને જબરો 'બકરો' બનાવ્યો

ચાંદખેડામાં રહેતા એક વેપારીને ક્વેક એપ પર યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી ગઈ. યુવતીએ ક્વેક એપથી વેપારીને મેસેજ કર્યો અને હનીટ્રેપનો જબરો બકરો બનાવ્યો હતો. યુવતીએ વેપારીને મેસેજ કર્યો કે પતિ સુરત ગયો છે અને ઘરે બોલાવ્યો હતો. વેપારી લાળ ટપકાવીને યુવતીના ઘરે પહોંચ્યો હતો. યુવતીએ શરીર સંબંધ બાંધવા મજબૂર કર્યો હતો. બાદમાં બંને વચ્ચે શરીર સંબંધ બંધાયા અને આખો ખેલ શરુ થયો.

Curated byમનીષ કાપડિયા | I am Gujarat 6 Aug 2022, 11:01 am

હાઈલાઈટ્સ:

  • ચાંદખેડામાં રહેતા વેપારીને યુવતીએ જબરો બકરો બનાવ્યો, હનીટ્રેપમાં ફસાવ્યો
  • પતિ સુરત ગયો હોવાનું કહી યુવતીએ વેપારીને ઘરે બોલાવ્યો અને ગેમ કરી નાખી
  • શરીર સંબંધ બાંધવા મજબૂર કર્યો અને પછી ગેંગે આખો ખેલ પાડ્યો હતો

હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat girl trapped chandkheda youth in honey trap
યુવતીએ એક એપ દ્વારા વેપારીને મસેજ કરીને મિત્રતા કેળવી હતી. પછી પતિ સુરત ગયો હોવાનું કહી ઘરે બોલાવીને જબરો ખેલ પાડી દીધો હતો.
અમદાવાદઃ ગુજરાતમાં હવે દિવસે ને દિવસે હનીટ્રેપના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો ચાંદખેડામાં રહેતા વેપારી સાથે બન્યો છે. સોશિયલ મીડિયા એપ ક્વેકથી યુવતીએ સામે ચાલીને મેસેજ કરીને આ વેપારી સાથે મિત્રતા કરી હતી. બાદમાં આ વેપારીને ઘરે બોલાવીને યુવતીએ શરીર સંબંધ બાંધ્યા હતા. એ પછી વેપારીને બ્લેકમેલ કરીને રુપિયા પડાવ્યા હતા. વેપારીએ રુપિયા આપ્યા બાદ પણ તેને બ્લેકમેલ કરીને વધુ રુપિયાની માંગણી કરવામાં આવતી હતી. આખરે વેપારીએ ચાંદખેડા પોલીસ (Ahmedabad crime News) સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરીને આરોપીઓને (Ahmedabad Honey trap) ઝડપી પાડ્યા હતા. આ મામલે ચાંદખેડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ક્વીક એપથી વેપારીને મેસેજ કરી મિત્રતા કેળવી
ચાંદખેડાના વેપારીએ કરેલી પોલીસ ફરિયાદ મુજબ, વેપારીને હનીટ્રેપમાં ફસાવી રુપિયા ખંખેરી લેવાનો ખેલ વીસ દિવસ પહેલાં શરુ થયો હતો. એ વખતે કવિતા નાયક નામની યુવતીએ સોશિયલ મીડિયા એપ ક્વેકથી વેપારીને મેસેજ કર્યો હતો. બાદમાં બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. બંનેએ વાતચીત કર્યા બાદ એકબીજાના મોબાઈલ નંબરની આપલે કરી હતી. 12 દિવસ પહેલાં કવિતા નાયકે વેપારીને ફોન કર્યો હતો અને પોતાના ઘરે બોલાવ્યો હતો. ઘરે પહોંચ્યા બાદ ચા પીધી અને વાતચીત કર્યા બાદ વેપારી ત્યાંથી નીકળી ગયો હતો.
સિઝેરિયન ડિલિવરી પછી પથારીવશ થઈ ગઈ મહિલા, ડોક્ટરોએ ચૂકવવું પડશે 8.48 લાખ રુપિયા વળતર
પતિ સુરત ગયો હોવાનું કહી ઘરે બોલાવ્યો
એ પછી 29 જુલાઈના રોજ આખો ખેલ શરુ થયો હતો. એ દિવસે કવિતા નાયકે વેપારીને મેસેજ કર્યો હતો અને કહ્યું હતું કે, પતિ સુરત ગયો છે. આવું કહીને વેપારીને ઘરે આવવા માટે મેસેજમાં જણાવ્યું હતું. કવિતાના મેસેજ બાદ વેપારી તરત ત્યાં પહોંચ્યો હતો. એ પછી યુવતી વેપારીને તેના બેડરુમમાં લઈ ગઈ હતી અને શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કર્યો હતો. આખરે બંને વચ્ચે શરીર સંબંધ બંધાયા હતા. આ દરિયાન વેપારીનો યુવતી અને તેના સાગરીતોએ મોટો ખેલ પાડી દીધો હતો.
વિસનગર: ગટરમાં પડી ગયેલી કિશોરીને ભારે જહેમત બાદ બહાર કઢાઈ, પણ હોસ્પિટલમાં તોડી દીધો દમ
આ રીતે આખો ખેલ પાડ્યો

અચાનક જ એક શખસ ઘરમાં આવી ગયો હતો. બાદમાં આ શખસે વેપારીને અપશબ્દો કહ્યા હતા અને બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી હતી. એ સમયે રમેશ સુથાર નામની વ્યક્તિએ આ કેસની પતાવટ માટે પાંચ લાખ રુપિયા માંગ્યા હતા. વેપારી પાસે આટલી મોટી રકમ હતી નહીં. જેથી તેના બેંક એકાઉન્ટમાંથી રુપિયા 2.70 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં પણ વેપારનો પીછો છોડ્યો નહોતો. આ શખસો સોશિયલ મીડિયા પર વકીલની ઓળખ આપીને રુપિયાની માંગણી કરતા હતા. આખરે યુવકે હિંમત દાખવીને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story