એપશહેર

ગુજરાતમાં નિકોટિન યુક્ત પાન મસાલાના વેચાણ અને સંગ્રહ પર વર્ષ માટે પ્રતિબંધ લંબાવાયો

રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ગુટકા, તમાકુ અને નિકોટિન યુક્ત પાન-મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ લંબાવાયો છે

I am Gujarat 4 Sep 2020, 1:01 pm
અમદાવાદઃ ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં પાન-મસાલા અને ધૂમ્રપાનનું સેવન થાય છે આવામાં લોકોના સ્વાસ્થ્ય સારુ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે ગુટકા, તમાકુ અને નિકોટિન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર જે પ્રતિબંધ છે, જેને વધુ એક વર્ષ માટે લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
I am Gujarat govt of gujarat extend gutkha and nicotined pan masala ban for a year
ગુજરાતમાં નિકોટિન યુક્ત પાન મસાલાના વેચાણ અને સંગ્રહ પર વર્ષ માટે પ્રતિબંધ લંબાવાયો


નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006ના નિયમો તથા રેગ્યુલેશન-2011 હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જે હેઠળ કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટિન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકું કે નિકોટિનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે.

નીતિન પટેલે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નિકોટિનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ વિતરણ પર પ્રતિબંધ માટે નિર્ણય કર્યો છે. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

દેશની આગામી પેઢી કે જેઓ શાળા અને કૉલેજોમાં અભ્યાસ કરે છે તેમના વિશે વાત કરીને પટેલે જણાવ્યું કે, શૈક્ષણિક સંસ્થાની 100 વારની ત્રિજ્યામાં સિગારેટ તથા તમાકુ કે નિકોટિનની હાજરી હોય તેવા પદાર્થોનું વેચાણ કરવા માટે પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા સખત રીતે કરાઈ રહ્યો છે. આ બાબતે છેલ્લા ત્રણ વર્ષમાં આરોગ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આશરે 10 હજાર ગલ્લાઓની તપાસ કરીને લગભગ 11 લાખ રુપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

Read Next Story