એપશહેર

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓની માહિતી એકઠી કરાશે

Tejas Jinger | I am Gujarat 16 Dec 2019, 3:45 pm
અમદાવાદઃ નાગરિકતા સંશોધન કાયદો બન્યા પછી દેશભરમાં તેની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં તેની સામે વિરોધ દેખાયા બાદ પશ્ચિમ બંગાળ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં વિરોધનું વંટોળ ઉભું થયું છે. નવા કાયદા સામે મુંબઈમાં પણ વિરાધના સૂર સંભળાઈ રહ્યા છે. આ તરફ ગુજરાતમાં નવા કાયદા પ્રમાણે પગલા ભરવાનું શરુ કરવામાં આવી શકે છે. ગુજરાતમાં આવીને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓ સામે પગલાં ભરવામાં આવી શકે છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: ગુજરાતના કેટલાક સંવેદનશિલ વિસ્તારોમાં અમદાવાદ સહિત પાલનપુર અને ગુજરાતની બોર્ડર વિસ્તારમાં ગેરકાયદેસર આવીને વસવાટ કરતા બાંગ્લાદેશ અને પાકિસ્તાનના નાગરિકોના ડેટા એકત્રિત કરવામાં આવી શકે છે.ખાનગી મીડિયા અહેવાલ મુજબ અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ વસવાટ કરતા લોકોની તપાસ કરીને માહિતી એકત્રિત કરવામાં આવી શકે છે. આ સિવાય બનાસકાંઠામાં પણ વિવિધ જગ્યાઓ પર તપાસ કરવામાં આવશે. રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓની માહિતી એકત્રિત થયા પછી રાજ્ય સરકાર પગલાં ભરી શકે છે. મુંબઈમાં TISSના સ્ટૂડન્ટ્સનો CAB સામે વિરોધમહત્વનું છે કે, કાયદો લાગુ થયા બાદ સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના લોકોને શાંતિ રાખવા અને ભાઈચારો દર્શાવવા માટે અપીલ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કાયદો 1000 ટકા સાચો હોવાનું પણ જણાવ્યું હતું. મહત્વનું છે કે દિલ્હીમાં બનેલી જામિયા યુનિવર્સિટી હિંસા મામલે વિરોધી પાર્ટીઓ દ્વારા સરકાર પર સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે. લક્ષચંડી મહાયજ્ઞઃ ઊંઝા મા ઉમિયાની ભક્તિમાં રંગાયું

Read Next Story