એપશહેર

ધોરણ-10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા બે મહિના મોડી યોજાશે

કોરોનાના કારણે વિદ્યાર્થીઓને નુકસાન થયું છે ત્યારે હવે તેમને પરીક્ષા માટે તૈયારી કરવાનો વધુ સમય મળી રહેશે

TNN 6 Nov 2020, 8:58 am
અમદાવાદઃ ધોરણ-10 અને 12ની ગુજરાત બોર્ડ (Gujarat board)ની 2021માં યોજાનારી પરીક્ષા આ વર્ષે બે મહિના પાછળ મોડી શિડ્યુલ કરવામાં આવશે, આ નિર્ણય કોરોના વાયરસના કારણે ઉભી થયેલી બાબતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ગુજરાત સેકન્ડરી અને હાય સેકન્ડરી બોર્ડ (GSHSEB)એ ગુરુવારે જણાવ્યું કે, આગામી વર્ષે બોર્ડની પરીક્ષા માર્ચના પહેલા અઠવાડિયામાં નહીં પરંતુ મે મહિનામાં યોજાશે. જોકે, માત્ર પરીક્ષાઓ બે મહિના મોડી થવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ પરીક્ષાની તારીખો અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. આ સાથે અગાઉ વિદ્યાર્થીઓને કોરોનાના કારણે સ્કૂલે જવાથી વંચીત રહેવું પડ્યું છે તેના કારણે સિલેબસમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
I am Gujarat gujarat board delay class 10 and 12 board exams for two months
ધોરણ-10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા બે મહિના મોડી યોજાશે


આગામી વર્ષે 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવાના છે તેમને તૈયારી માટે વધારે 2 મહિનાનો સમય મળશે. આ સિવાય કોરોના વાયરસની મહામારીના કારણે એકેડેમિક વર્ષમાં ઘટાડો નોંધાયો છે.

અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ નવેમ્બર-1ના રોજ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, દિવાળીનું 21 દિવસનું વેકેશન વહેલું કરવામાં આવ્યું છે જેના કારણે બીજી સત્રમાં વિદ્યાર્થીઓને તૈયારી માટે વધારે સમય મળી શકે છે. એટલે કે સ્કૂલોને બીજા સત્ર માટે સામાન્ય વર્ષોમાં 115થી 120 દિવસનો સમય મળતો હોય છે તેના બદલે 155 દિવસનો સમય મળશે.

GSHSEBના અધ્યક્ષ એજે શાહે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા પાછી ખસેડવામાં આવી છે તેની સાથે વિદ્યાર્થીઓને વધારે તૈયારી કરવાનો પણ સમય મળી રહેશે. તેમણે કહ્યું કે, આગામી સમયમાં વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને કોરોના વાયરસની મહામારીના કારણે જે રીતે એકેડેમિક વર્ષનું નુકસાન થયું છે, પરંતુ હવે તેમને તૈયારી માટે વધારે સમય મળી રહેશે.

આ સાથે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસ્માએ ગુરુવારે જણાવ્યું કે, બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા દિવાળી વેકેશન પછી શરુ કરી દેવામાં આવશે. પાછલા વર્ષની જેમ જ સામાન્ય પરિસ્થિતિમાં તેની કામગીરી દિવાળીની આસપાસ દરેક સ્કૂલોમાં પૂર્ણ થઈ જશે. GSHSEB દ્વારા બોર્ડની પરીક્ષામાં સિલેબસમાં 30%નો ઘટાડો કરવામાં આવ્યો છે.

આગામી વર્ષે બોર્ડની પરીક્ષા આપવા માટે ધોરણ-10ના 10 લાખ જેટલા વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ-12ના 6.30 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેસશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો