એપશહેર

રાજ્યમાં વેપારીઓ-ફેરિયાઓ માટે ફરજિયાત વેક્સીનેશનની સમયમર્યાદા વધારી 15 ઓગસ્ટ કરાઈ

ગુજરાતના વેપારીઓ, ફેરિયાઓ અને સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે વેક્સીન ફરજિયાત કરવામાં આવી છે

I am Gujarat 31 Jul 2021, 7:43 pm
ગુજરાતના વેપારીઓ અને સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે વેક્સીન ફરજિયાત કરવામાં આવી છે. જેની મુદત હવે વધારી દેવામાં આવી છે. રાજ્યના વેપારીઓ, ફેરીયાઓ અને સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે ફરજિયાત વેક્સીન લેવાની સમય મર્યાદા વધારીને 15 ઓગસ્ટ 2021 કરવામાં આવી છે.
I am Gujarat vaccination16


અગાઉ આ સમય મર્યાદા 31 જુલાઈ સુધી હતી પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મુદતને વધારીને 15 ઓગસ્ટ કરવામાં આવી છે.

રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે જેના કારણે સરકાર દ્વારા કોરોનાને લગતા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે અને વેપાર-ધંધા ફરીથી શરૂ થઈ ગયા છે. જોકે, કોવિડ-19 સામે સાવચેતીના ભાગ રૂપે તમામ વેપારીઓ અને સેવાકીય સંસ્થાઓ માટે વેક્સીન ફરજિયાત કરવામાં આવી છે.

જોકે, રાજ્યમાં વેક્સીનનો જથ્થો મર્યાદિત પ્રમાણમાં હોવાથી ઘણા લોકો વેક્સીન લઈ શક્યા નથી. જેથી વેપારીઓએ ફરિયાત કરી હતી કે ઘણી વખત વેક્સીન સેન્ટરના ધક્કા ખાધા હોવા છતાં વેક્સીન ન હોવાના કારણે તેમને પરત ફરવું પડે છે. જેથી તેમણે સરકારને રજૂઆત કરી હતી કે તેઓ ફરજિયાત વેક્સીન લેવાની મર્યાદા વધારે. અંતે સરકારે વેક્સીન લેવાની સમય મર્યાદા વધારી છે.

Read Next Story