એપશહેર

કોરોનાઃ રૂપાણી સરકારે દર્દીઓની સારવાર પાછળ 4 મહિનામાં 500 કરોડ રૂપિયા ખર્ચ્યા

Reported byKapil Dave | TNN 14 Aug 2020, 1:07 pm
ગાંધીનગરઃ કોરોના વાયરસની મહામારી સામે ગુજરાત છેલ્લા ચાર મહિનાથી લડાઈ લડી રહ્યું છે. આ દરમિયાન રાજ્ય સરકારે દર્દીઓની સારવારમાં 500 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. એપ્રિલથી જુલાઈ મહિનામાં રૂપાણી સરકારે દર મહિને એવરેજ 120 કરોડ રૂપિયાનો ખર્ચ દર્દીઓની સારવારમાં કર્યો છે.
I am Gujarat gujarat government spent 500 crore for corona pandemic in 4 months
કોરોનાઃ રૂપાણી સરકારે દર્દીઓની સારવાર પાછળ 4 મહિનામાં 500 કરોડ રૂપિયા ખર્ચ્યા


રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ટોચના સૂત્રોએ જણાવ્યું કે, સરકારે અત્યાર સુધી સિવિલ હોસ્પિટલો, જિલ્લા પ્રશાસન અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો માટે 329 કરોડની ગ્રાન્ટ રિલીઝ કરી છે. હોસ્પિટલોમાં ગ્રાન્ટના વધુ 150 કરોડ ખર્ચાયા હોવાનું અનુમાન છે, જેના બિલ હાલમાં સરકારી સ્તરે તૈયાર થઈ રહ્યા છે.

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના સૂત્ર મુજબ, ગુજરાત સરકારને પીએમ કેર્સ ફન્ડમાંથી 80.93 કરોડ રૂપિયા મળ્યા હતા. સૂત્રે કહ્યું, અમને સીએમ રિલીફ ફન્ડમાંથી પણ 186 કરોડ મળ્યા હતા. બાકીની રકમ રાજ્ય અને કેન્દ્ર સરકારના સંશાધનોમાંથી ખર્ચ કરાઈ છે.

અધિકારીક સૂત્રોએ કહ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, તેને જોતા સરકાર કેસો વધી રહ્યા છે તેવા જિલ્લાઓને વધારે રકમ ફાળવી શકે છે. સૂત્રે મુજબ, અમદાવાદમાં કેસો ઘટી રહ્યા છે, તેને જોતા રકમની ફાળવણી ઘટી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 75 હજારને પાર પહોંચી ગઈ છે. તેમાં અમદાવાદ અને સુરત શહેર સૌથી વધુ પ્રભાવિત રહ્યા છે. જ્યારે વડોદરા અને રાજકોટ શહેરમાં પણ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો