એપશહેર

Yellow Alert In Gujarat : પાણીની બોટલ સાથે રાખજો, થોડી રાહત બાદ રાજ્યમાં ફરી અંગ દઝાડતી ગરમી શરૂ થશે

Gujarat Heatwave Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા. ગુજરાતના વિવિધ પ્રદેશો માટે આગામી ચાર દિવસ માટે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આગાહી અનુસાર આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, ત્યારપછીના ચાર દિવસ દરમિયાન ધીમે ધીમે 2-4 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.

Edited byદીપક ભાટી | I am Gujarat 25 Mar 2022, 1:04 pm
અમદાવાદ: થોડી રાહત પછી શુક્રવારથી મહત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે તેવો ભારતીય હવામાન વિભાગ દ્વારા સંકેત આપવામાં આવ્યો છે. એટલું જ નહીં, ગરમીમાં વધારો થવાની શક્યતાને પગલે આગામી 4 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેથી અમદાવાદીઓ ગરમી ફરી વધવાની તૈયારી હોવાથી પાણીની બોટલ સાથે રાખજો.
I am Gujarat Gujarat Weather Forecast
પ્રતિકાત્મક તસવીર


ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા
ગુરુવારે 37 ડિગ્રી સેલ્સિયસની સામે શુક્રવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે, તેવો આગાહીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાતના વિવિધ પ્રદેશો માટે આગામી ચાર દિવસ માટે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. હવામાનની આગાહી અનુસાર આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, ત્યારપછીના ચાર દિવસ દરમિયાન ધીમે ધીમે 2-4 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.

રવિવારે અમદાવાદમાં હીટવેવની સ્થિતિ રહેશે
આ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે, જ્યારે અમદાવાદમાં રવિવારે હીટવેવની સ્થિતિ જોવા મળશે. આંકડા પર નજર કરીએ તો ગુરુવારે 38.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યમાં સૌથી ગરમ રહ્યું હતું.

કામ વગર ઘરેથી બહાર નીકળવાનું ટાળવુંઉલ્લેખનીય છે કે, છેલ્લા 4-5 દિવસથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી. જો કે, હવામાન વિભાગની નવી આગાહી અનુસાર લોકોએ ફરીથી કાળઝાળ ગરમી સહન કરવી પડશે. આગામી ચાર દિવસ યલો એલર્ટની આગાહી હોવાથી આ સમય દરમિયાન લોકોએ જરૂરી કામ વગર ઘરેથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જેમાં ખાસ કરીને વૃદ્ધો અને બાળકોએ તો ના જ નીકળવું જોઈએ. નહીંતર તેઓ ડિહાઈડ્રેશન તેમજ સ્ટ્રોકનો શિકાર બની શકે છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story