એપશહેર

દાદાની કરોડોની પ્રોપર્ટીમાં હિસ્સો માગવા આવેલા પૌત્રને હાઈકોર્ટે બરાબરનો ધમકાવ્યો

મકાન માલિક અને તેના પુત્રના અવસાન પછી પૌત્રએ સિટી સિવિલ કોર્ટમાં મિલકતમાં હિસ્સાનો દાવો કરીને દાવો દાખલ કર્યો હતો. કોર્ટે હિસ્સો આપવાનો હુકમ કર્યો હતો, પરંતુ નીચલી કોર્ટના આદેશ સામે અરજદારની ફોઈ હાઈકોર્ટમાં અરજી કરી હતી. ફોઈ અપરિણીત છેઅને વૃદ્ધ દંપતીની દેખરેખ રાખતા હતા અને મિલકતના અધિકારો તેમને આપવામાં આવ્યા હતા.

Edited byચિંતન રામી | TNN 10 Sep 2022, 9:35 am

હાઈલાઈટ્સ:

  • પોતાના દાદાની પ્રોપર્ટીમાં હિસ્સો માગવા માટે પૌત્રએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી
  • જજ ત્રીજી પેઢી દ્વારા વડીલોપાર્જિત મિલકત માટે દાવો કરવા બદલ ગુસ્સે થયા હતા
  • કયો કાયદો કહે છે કે તમને વડીલો દ્વારા નોમિનેશન વિશે જાણ કરવી જોઈએ?
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Property claims
તસ્વીર પ્રતિકાત્મક છે
પોતાના દાદાની પ્રોપર્ટીમાં હિસ્સો માગવા માટે પૌત્રએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, કોર્ટે તેને બરાબરનો ખખડાવી નાંખ્યો હતો. શુક્રવારે ગુજરાત હાઈકોર્ટે ટીપ્પણી કરી હતી કે દેશ માટે કંઈ કર્યા વિના આઝાદીના સમયે શું કરવામાં આવ્યું તે અંગે લોકો હાલમાં સવાલો ઉઠાવી રહ્યા છે. જસ્ટિસ ગીતા ગોપીએ આ ટિપ્પણી એક વિવાદની સુનાવણી દરમિયાન કરી હતી જેમાં એક વ્યક્તિએ તેની પૈતૃક સંપત્તિમાં હિસ્સાનો દાવો કર્યો છે. કોર્ટ સાથે અરજદારનું વલણ સારું રહ્યું ન હતું, જેણે વડીલોની મિલકત માટે દાવા કરવાના અને તેનાથી વૃદ્ધ લોકોને પરેશાન કરવાના નવી પેઢીના વલણની ભારે ટીકા કરી હતી. આ મામલો શ્રેયસ ક્રોસિંગ પાસે અયોજન નગર કોઓપરેટિવ સોસાયટીના એક ઘરનો છે.
મકાન માલિક અને તેના પુત્રના અવસાન પછી પૌત્રએ સિટી સિવિલ કોર્ટમાં મિલકતમાં હિસ્સાનો દાવો કરીને દાવો દાખલ કર્યો હતો. કોર્ટે હિસ્સો આપવાનો હુકમ કર્યો હતો, પરંતુ નીચલી કોર્ટના આદેશ સામે અરજદારની ફોઈ હાઈકોર્ટમાં અરજી કરી હતી. ફોઈ અપરિણીત છેઅને વૃદ્ધ દંપતીની દેખરેખ રાખતા હતા અને મિલકતના અધિકારો તેમને આપવામાં આવ્યા હતા.

સુનાવણી દરમિયાન જસ્ટિસ ગોપીએ અરજદારને પૂછ્યું કે શા માટે તેણે તેના હિસ્સાનો દાવો કરવો જોઈએ જ્યારે તેના પિતાએ પણ આવું કર્યું ન હતું અને ખાસ કરીને જ્યારે તેની ફોઈ ઘરમાં રહે છે. જજે વિવાદને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવાનો આગ્રહ રાખ્યો હતો, પરંતુ તેઓ ત્રીજી પેઢી દ્વારા વડીલોપાર્જિત મિલકત માટે દાવો કરવા બદલ ગુસ્સે થયા હતા. 'તમે ત્રીજી પેઢી છો... પરિવાર માટે કંઈ કર્યું નથી. તેઓને તેમના વડવાઓએ જે કમાવ્યું છે તે બધું જોઈએ છે', તેમ જજે જણાવ્યું હતું. 'ત્રીજી પેઢી ખૂબ જ મૂર્ખ છે. બીજી પેઢીએ ક્યારેય પોતાનો હિસ્સો માંગ્યો નથી. સમસ્યા ત્રીજી પેઢી સાથે છે. તેઓ શા માટે ભાગ માંગે છે? તમે આટલા ગુસ્સે કેમ છો? મોટા ભાગની આવી અરજીઓ ત્રીજી પેઢી દ્વારા દાખલ કરવામાં આવે છે.'

જજે વધુમાં જણાવ્યું હતું કે, કોર્ટ એ સુનિશ્ચિત કરશે કે લોકોને કાયદા અનુસાર પૈતૃક સંપત્તિમાં તેમનો હિસ્સો મળે, પરંતુ પારિવારિક મિલકતો માટે દાવો માંડવાથી આગામી પેઢીમાં દાવો દાખલ કરવાની આ સંસ્કૃતિ જ જન્મશે. તેમણે કહ્યું હતું કે, 'આલતીકાલે તમારા બાળકો તમને કાઢી મૂકશે. તેઓ તમારી પાસેથી જ દાવો માંડવાનું શીખશે. તેઓ પણ આવા જ દાવા કરશે.'

અરજદારે ફરિયાદ કરી હતી કે મિલકતમાં અમુક નામાંકન તેમને જાણ કર્યા વિના કરવામાં આવ્યા હતા. આ સાંભળીને જજ ગુસ્સે થઈ ગયા. 'તમે તેમને પ્રશ્ન પૂછવાવાળા કોણ છો? કયો કાયદો કહે છે કે તમને વડીલો દ્વારા નોમિનેશન વિશે જાણ કરવી જોઈએ?' તેમ જજે કહ્યું હતું. તેમણે આગળ જણાવ્યું હતું કે, ફક્ત આપણા દેશમાં જ દરેક વ્યક્તિ તેનાથી પરેશાન છે. બધા સવાલ કરી રહ્યા છે કે આઝાદી સમયે શું કરવામાં આવ્યું હતું. તમે કોણ છો? તમે દેશમાં કશું જ યોગદાન આપ્યું નથી અને તમે પ્રશ્નો કરી રહ્યા છો કે તે લોકોએ શું કર્યું હતું? ઘરમાં પણ આવી જ સમસ્યા છે.
લેખક વિશે
ચિંતન રામી
ચિંતન રામી છેલ્લા 16 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે કારકિર્દીની શરૂઆત દિવ્યભાસ્કર.કોમથી કરી હતી. ડિજિટલ મીડિયામાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પ્રિન્ટ મીડિયામાં સ્પોર્ટ્સ રિપોર્ટિંગ અને એડિટિંગ પણ કર્યું છે. તેઓ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પત્રકારના ક્ષેત્રમાં જોડાયા છે. તેઓ દિવ્યભાસ્કર.કોમ અને નવગુજરાત સમય અખબારમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story