એપશહેર

પૌત્રની કસ્ટડી મેળવવા વૃદ્ધ દંપતીએ ખખડાવ્યા કોર્ટના દરવાજા, HCએ NRI મહિલાને દીકરાની કસ્ટડી દાદા-દાદીને સોંપવાનો આદેશ આપ્યો

ઓસ્ટ્રેલિયાના નાગરિક એવા એક દંપતીનો 12 વર્ષનો દીકરો પાછલા છ વર્ષથી અમદાવાદમાં દાદા-દાદી સાથે રહેતો હતો. ભારત પાછી ફરેલી તેની માતા કોઈને જાણ કર્યા વગર સ્કૂલમાંથી તેને લઈ જતાં દાદા-દાદીએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હાઈકોર્ટે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો કે બાળકની કસ્ટડી તેના દાદા-દાદીને જ સોંપવામાં આવે.

Edited byZakiya Vaniya | TNN 18 Jun 2022, 9:53 am

હાઈલાઈટ્સ:

  • બાળકની કસ્ટડીના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો.
  • કોર્ટે 12 વર્ષના દીકરાની કસ્ટડી માતાને નહીં દાદા-દાદીને સોંપી.
  • પાછલા છ વર્ષથી દાદા-દાદી સાથે અમદાવાદમાં રહતો હતો દીકરો.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat guj high court
અમદાવાદ- ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક NRI મહિલાને આદેશ આપવામાં આવ્યો છે કે તેમના 12 વર્ષના દીકરાની કસ્ટડી દાદા-દાદીને સોંપી દેવામાં આવે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં મહિલા પરિવારને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર દીકરાને શાળાએથી લઈ ગયા હતા. પરંતુ હવે કોર્ટે બાળકની કસ્ટડી તેના દાદા-દાદીને સોંપવાનો મહત્વનો ચૂકાદો સંભળાવ્યો છે.
C R પાટીલના નામથી ફોન કરીને કર્મચારીની બદલીનો આદેશ આપનાર શખસ પકડાયો
ઉલ્લેખનીય છે કે મહિલા અને તેમના પતિ બન્ને ઓસ્ટ્રેલિયાના રહેવાસી છે. માતા-પિતા વચ્ચે વિવાદ થવાને કારણે દીકરો પાછલા છ વર્ષથી અમદાવાદમાં પોતાના દાદા-દાદી સાથે રહેતો હતો. મહિલા પર આરોપ મૂકવામાં આવ્યો છે કે દીકરાના જન્મ પછી તેમણે પોતાના પતિને છોડી દીધા હતા અને બ્રિઝબેનમાં અન્ય વ્યક્તિ સાથે રહેતા હતા. કથિત રીતે જ્યારે મહિલાનું પોતાના લિવ-ઈન પાર્ટનર સાથે બ્રેક અપ થઈ ગયું તો તે થોડા સમય માટે ભારત આવ્યા અને દીકરાને લઈ ગયા.

મહિલા આ પ્રકારે પોતાના દીકરાને એકાએક ળઈ ગયા તો દાદા-દાદીએ મદદ માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. તેમણે પોતાની પુત્રવધૂની ડાયરીના આધારે દાવો કર્યો કે તે સિડનીમાં પોતાના બાળક અને પતિને તરછોડીને જતી રહી હતી. બાળકની વાર્ષિક પરીક્ષા હોવાને કારણે કોર્ટે મહિલાને બાળક સહિત તાત્કાલિક હાજર થવા માટે સમન્સ પાઠવ્યા હતા. તેણે પરીક્ષા આપી અને પછી કોર્ટે મહિલાને વેકેશન દરમિયાન દીકરાને રાખવાની મંજૂરી પણ આપી હતી.
મહિલાએ કોર્ટ સમક્ષ દલીલ કરી કે તે પોતાના બાળકની કસ્ટડી હંમેશા માટે મેળવવા માંગે છે, પરંતુ કોર્ટે જોયંર કે તેઓ ઓસ્ટ્રેલિયાના નાગરિક છે તેમજ ઓસ્ટ્રેલિયામાં તેમનો બિઝનસ પણ છે. મહિલાએ કોર્ટમાં જણાવ્યુ હતું કે જ્યાં સુધી તે ઓસ્ટ્રેલિયાનો વેપાર બંધ કરીને ભારત પાછા નહીં આવે ત્યાં સુધી દીકરો સુરતમાં તેના મામા અને મામી સાથે રહેશે. ઓસ્ટ્રેલિયાની કોર્ટે પ્રતિબંધ મૂકેલો હોવાને કારણે બાળકના પિતા ભારત આવી શકે તેમ નથી. આ સિવાય કોર્ટે જોયું કે પતિ અને પત્ની વચ્ચે વિવાદ સમાપ્ત થાય તેની પણ શક્યતા ઘણી ઓછી છે.


માતા-પિતાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટે બાળકને પૂછ્યું કે તે કોની સાથે રહેવા માંગે છે. બાળકે જણાવ્યું કે તે દાદા-દાદી સાથે રહેવા માંગે છે. કોર્ટે જોયું કે દાદા-દાદી એક બંગલાના માલિક છે તેમજ બાળકની દેખરેખ રાખવા સક્ષમ છે. હાઈકોર્ટે માતાને આદેશ આપ્યો કે દીકરાની કન્સ્ટ્રક્ટીવ કસ્ટડી દાદા-દાદીને સોંપી દેવામાં આવે.

Read Next Story