એપશહેર

ગુજરાત જાણે છે કે, મોદી મોડેલ નિષ્ફળ ગયું છે: રાહુલ

નવરંગ સેન | I am Gujarat 9 Oct 2017, 12:30 pm
રાહુલ આજથી ત્રણ દિવસ મધ્ય ગુજરાતમાંકોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી મધ્ય ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ આજે મહેમદાવાદના ખાત્રજમાં પોતાની પહેલી રેલીને સંબોધતા ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં ખેડૂતો, મહિલાઓ અને નાના વેપારીઓના અવાજને સાંભળવામાં નથી આવી રહ્યો. રાહુલે ગુજરાત મોડેલ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે, ગુજરાત જાણે છે કે, મોદી મોડેલ કઈ રીતે નિષ્ફળ ગયું છે.આ પણ વાંચો: ગુજરાતીઓના વોટ જીતવા રાહુલ ગાંધીએ અપનાવ્યો હિન્દુત્વનો એજન્ડાકોંગ્રેસ GSTનો દર 18 ટકા રાખવા ઈચ્છતી હતીજીએસટી મામલે સરકારને આડે હાથે લેતા રાહુલે કહ્યું હતું કે, GST કોંગ્રેસનો આઈડિયા હતો, જેનો હેતુ આખા દેશમાં એક સમાન ટેક્સ લાગુ કરવાનો હતો, અને કોંગ્રેસ GSTનો દર 18 ટકા રાખવા ઈચ્છતી હતી, પરંતુ પીએમે કોઈનું કશુંય સાંભળ્યા વગર GSTને લાગુ કરી દીધો.આ પણ વાંચો: રાહુલની માફક મોદી દિવાળી પછી ગુજરાતમાં રેલીઓ કરશેGSTમાં પણ સરકારે મનમાની કરીરાહુલે પીએમ પર સીધું નિશાન તાકતા જણાવ્યું હતું કે, GST લાગુ થઈ ગયો, પરંતુ નાના વેપારીઓ તેનાથી પરેશાન થઈ ગયા છે. અનેકને ધંધા બંધ કરવાની નોબત આવી છે. લાખો લોકોની નોકરી ગઈ છે, જેમ નોટબંધી કોઈને પૂછ્યા વગર લાગુ કરી દેવાઈ હતી, તેવું જ GSTમાં પણ થયું છે. જો કોઈ બાળક કે ખેડૂત અથવા નાના ધંધાર્થીને પણ તેના વિશે પૂછ્યું હોત તો તેણે ના પાડી હોત. પરંતુ, મોદીજીએ તેમ છતાં તે કર્યું.આ પણ વાંચો: ગુજરાતમાં હજુય આટલા મંદિરોમાં જઈ પ્રચાર કરવાના છે રાહુલ ગાંધીરોજની માત્ર 450 નવી નોકરી સર્જાય છેદેશમાં સૌથી મોટી સમસ્યા બેરોજગારીની હોવાનું જણાવતા રાહુલે કહ્યું હતું કે, રોજ 30,000 યુવકો જોબ માર્કેટમાં ઉમેરાય છે, પરંતુ પીએમ માત્ર 450 લોકોને જ નોકરી આપી શકે છે. આપણે ચીન સાથે હરિફાઈ કરી રહ્યા છીએ, પરંતુ ચીન રોજની 50,000 નવી નોકરીઓ સર્જે છે, જ્યારે આપણે માત્ર 450. દેશમાં 10 ટોચના ઉદ્યોગપતિઓ નોકરી નહીં સર્જે, પરંતુ નાના વેપારીઓ, ખેડૂતો નોકરીઓ આપશે. પરંતુ સરકારની બેંકો પણ મોટા ઉદ્યોગપતિઓને જ પૈસા આપે છે. સરકારે ખેડૂતોના બદલે ઉદ્યોગપતિઓની હજારો કરોડની લોન માફ કરી દીધી.ખેડૂતોની જમીન મિનિટોમાં છીનવી લેવાય છેગુજરાતમાં ખેડૂતોની જમીન ઉદ્યોગપતિઓને આપી દેવાતી હોવાનો આક્ષેપ કરતા રાહુલે કહ્યું હતું કે, ખેડૂતો પાસેથી તેમની જમીન મિનિટોમાં જ છીનવી લેવાય છે. રાહુલે જણાવ્યું હતું કે, યુપીએ સરકાર નવો જમીન અધિગ્રહણ કાયદો લાવી હતી, પરંતુ ગુજરાતમાં તેનો અમલ નથી થતો.મફતમાં મેડિકલ સુવિધા આપવાનું વચનરાહુલે જણાવ્યું હતું કે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો રાજસ્થાનની માફક રાજ્યમાં મફતમાં હેલ્થકેરની સુવિધા આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર ગણતરીના ઉદ્યોગપતિઓ માટે નહીં, પરંતુ લોકો માટે કામ કરશે. રાહુલે કહ્યું હતું કે, ગુજરાતને ખબર છે કે, મોદી મોડેલ કઈ રીતે નિષ્ફળ ગયું છે. હવે જુઠ્ઠાણા સાંભળી-સાંભળીને ગુજરાત મોડેલ ગાંડુ થઈ ગયું છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો