એપશહેર

Gujarat Weather Report: 27 માર્ચથી 7 એપ્રિલ રાજ્યમાં ગરમીનો બીજો રાઉન્ડ શરું થશે

Gujarat Weather Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે 27 માર્ચથી 7 એપ્રિલ સુધીમાં રાજ્યનાં કેટલાક વિસ્તારમાં 45 ડીગ્રી તાપમાન નોંધાવાની શકયતા છે અને આકાશમાંથી અગનવર્ષો થયા બાદ વાતાવરણમાં પલટો પણ આવવાનું અનુમાન જાહેર કર્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે માર્ચના અંતમાં એટલે કે 27 માર્ચથી 7 એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 44 ડીગ્રીએ પહોંચવાની શકયતા છે .

Authored byMitesh Purohit | I am Gujarat 26 Mar 2022, 2:28 pm
સામાન્ય રીતે હોળી બાદ ગુજરાત (Gujarat)માં ગરમીની શરુઆત પડતી હોય છે. જો કે આ વર્ષે માર્ચ મહીનાની શરુઆતથી જ કાળઝાળ ગરમી શરુ થઇ ગઇ છે. છેલ્લા એક સપ્તાહથી તો ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી (Heat)નો અનુભવ થઇ રહ્યો છે. કેટલાક શહેરોમાં તો તાપમાન માર્ચ મહીનામાં જ 40 ડિગ્રીને પાર કરી ગયુ હતુ. જો કે આ બધા વચ્ચે હવે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યમાં હાલ હીટવેવ (Heatwave) ની સંભાવનાને હવામાન વિભાગે નકારી છે. હવામાન વિભાગ (Meteorological Department) ના જણાવ્યા અનુસાર રાજ્યમાં બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.
I am Gujarat heat wave summer
રાજ્યમાં આગામી દિવસોમાં ફરી ગરમીનો નવો રાઉન્ડ શરું થશે, આગામી બે દિવસ કેટલાક વિસ્તારમાં હિટવેવ જોવા મળશે.


બીજી તરફ રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉતરનાં પવન ફૂંકાય રહ્યા છે.અને અરબી સમુદ્રમાંથી ભેજ પણ આવી રહ્યો છે.જેના કારણે તાપમાન સામાન્ય નોંધાયા રહ્યું છે.જો કે હવામાન વિભાગે આગાહી કરી હતી કે 25 થી 28 હિટવેવ રહેશે. પરંતુ પવનની દિશા ઉત્તર પશ્ચિમની રહેતા હવામાં ભેજનું પ્રમાણ વધારે છે. જેના કારણે હિટવેવની આગાહી પરત ખેંચી છે. આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.હવામાં ભેજ હોવાના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળશે.

રાજ્યભરમાં છેલ્લા સપ્તાહથી જોવા મળી રહેલી હીટવેવની અસર જરા ઠંડી પડી છે એટલે કે ગરમીનો પારો ગગડ્યો છે અને તાપમાનમાં એકથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે. જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. હવામાન વિભાગે હાલ રાજ્યમાં હીટવેવની સંભાવના નકારી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ પણ બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે, આવા વાતાવરણના કારણે લોકોને ઉકળાટનો સામનો કરવો પડશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે માર્ચના અંતમાં એટલે કે 27 માર્ચથી 7 એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 44 ડીગ્રીએ પહોંચવાની શકયતા છે જ્યારે ઉત્તર ગુજરાતમાં 43 ડીગ્રી નોંધાશે.તેમજ કચ્છમાં પણ 42 ડીગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. 27 માર્ચથી 7 એપ્રિલ સુધીમા રાજ્યના કેટલાક વિસ્તારમાં 45 ડીગ્રી તાપમાન નોંધવાની શકયતા છે.

ગરમીના કારણે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણ સક્રિય થવાની સંભાવના રહે જેના કારણે 7 એપ્રિલ પછી હવામાનમાં પલટો આવશે. એકાએક તાપમાન ઊંચું નોંધાતા સમુદ્રમાંથી ભેજ ઉપર આવશે. હવામાં ભેજનું પ્રમાણ વધતા વાદળછાયું વાતાવરણ સર્જાય છે. એટલે ગરમી અને ત્યાર બાદ વાતાવરણ પલટો આવશે.

Read Next Story