એપશહેર

ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

16 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, દ્વારકા, પોરબંદર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

I am Gujarat 15 Aug 2020, 11:02 pm
અમદાવાદઃ હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી ચાર દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ બાબતે આગાહી કરતા હવામાન ખાતા દ્વારા 16 થી 19 તારીખ સુધી વરસાદ અંગે જિલ્લાવાર યાદી જાહેર કરી છે.
I am Gujarat gujarat weather forecast heavy rain next 4 days
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી


હવામાન ખાતાની આગાહી મુજબ 16 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, દ્વારકા, પોરબંદર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેવી જ રીતે 17 ઓગસ્ટના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, દ્વારકા, સુરત, નવસારી, વલસાડમાં, 18 ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, ભરૂચ, નર્મદા, સુરત,તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ,દાદરા નગર હવેલીમાં અને 19 ઓગસ્ટના રોજ ચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

રાજ્યમાં તકેદારીના પગલા લેતા NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો