એપશહેર

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કોલ્ડ વેવની આગાહી, આજથી ત્રણ દિવસ પડશે કાતિલ ઠંડી

ગુજરાતમાં 17 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર કોલ્ડ વેવની આગાહી, અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડી પડશે. મુખ્યત્વે સૌરાષ્ટ્ર કચ્છમાં શીત લહેર અનુભવાશે.

I am Gujarat 17 Dec 2021, 5:12 pm
નવી દિલ્હી : ઉત્તર ભારતમાં શિયાળાએ તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ તેના નવીનતમ અપડેટમાં જણાવ્યું છે કે, હાલમાં ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખૂબ જ સક્રિય છે, જેના કારણે લોકોને આગામી દિવસોમાં ઠંડીની લહેરનો સામનો કરવો પડશે. IMD અનુસાર શુક્રવારના રોજ એટલે કે 17 ડિસેમ્બરના રોજ ગુજરાત, પંજાબ, ચંદીગઢ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનમાં 18 થી 20 ડિસેમ્બર સુધી ઠંડીનું મોજું આવવાની શક્યતા છે અને આ દરમિયાન તાપમાનનો પારો પણ ઝડપથી નીચે જશે અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. આ રાજ્યો 2 સુધી ઘટશે ત્યાં 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે.
I am Gujarat gujarat weather update cold wave prediction for next 3 days
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કોલ્ડ વેવની આગાહી, આજથી ત્રણ દિવસ પડશે કાતિલ ઠંડી

હાશ! ગુજરાતના પ્રથમ ઓમિક્રોન દર્દીને 17 દિવસે હોસ્પિટલમાંથી રજા, પત્ની-સાળા પણ રિકવર
ગુજરાત હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતેએ માહિતી આપત જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં શીત લહેરની અસર જોવા મળશે અને સામાન્ય ગતિના ઠંડા પવનો વહેશે. આ દિવસો દમરિયાન સમગ્ર ગુજરાતમાં હવામાન સૂકું રહેશે. ક્યાંય વરસાદની આગાહી નથી. રાજ્યમાં આગામી ત્રણ દિવસ ઠંડીનો ચમકારો રહેશે. જે બાદ ફરી એકવાર તાપામાન બે ડીગ્રી જેટલું વધશે. જોકે આ પહેલા આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં નલિયા, કંડલા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ સહિતના વિસ્તારોમાં હાડ ધ્રુજાવતી ઠંડી પડશે.
પતિ કહેતો તારો વીડિયો વાયરલ કરી દઈશ અને સાસુએ કહ્યું હનીમૂનમાં તો અમેય ફરવા આવીશું
હવામાન વિભાગ મુજબ આ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ તાપમાન 10 ડીગ્રીથી ઓછું રહેશે. શીત લહેરની અસર આજ સવારથી જ રાજ્યના સૌથી ઠંડા શહેર નલિયામાં દેખાઈ રહી છે જ્યાં હાલમાં 5 ડીગ્રી તાપમાન છે. આગામી દિવસોમાં પણ નલિયામાં તાપમાન 5-6 ડીગ્રી રહી રહી શકે છે. જ્યારે અમદાવાદમાં આજનું લઘુતમ તાપમાન 12 ડીગ્રી છે જે આગામી દિવસોમાં 11 થી 10 ડીગ્રી રહેશે. તો ગાંધીનગર અને બનાસકાંઠામાં પણ આગામી દિવસોમાં કોલ્ડ વેવનો અનુભવ થશે.
41 વર્ષે દુષ્કર્મનો કેસ કોર્ટમાં ચાલ્યો પીડિતાએ કહ્યું 'કેસ બંધ કરો હું જીવનમાં આગળ વધી ચૂકી છું.'
- તા.17ના રોજ ગંભીર શીત લહેર કચ્છના કેટલાક ભાગોમાં રહેશે. જ્યારે શીત લહેર જેવી સ્થિતિ રાજકોટ, અમરેલી, પોરબંદર અને જુનાગઢમાં રહેશે.
- તા.18ના રોજ ગંભીર શીત લહેર કચ્છના કેટલાક ભાગોમાં રહેશે. જ્યારે શીત લહેર જેવી સ્થિતિ રાજકોટ, અમરેલી, પોરબંદર અને જુનાગઢમાં રહેશે - તા.19ના રોજ ગંભીર શીત લહેર કચ્છના કેટલાક ભાગોમાં રહેશે. જ્યારે શીત લહેર જેવી સ્થિતિ રાજકોટ, અમરેલી, પોરબંદર, જુનાગઢ, બનાસકાંઠામાં રહેશે
- તા.20 ના રોજ ગંભીર શીત લહેર કચ્છના કેટલાક ભાગોમાં રહેશે. જ્યારે શીત લહેર જેવી સ્થિતિ રાજકોટ, અમરેલી, પોરબંદર, જુનાગઢ, બનાસકાંઠામાં રહેશે

Read Next Story