એપશહેર

સ્વાઈન ફ્લુથી મોતઃ ગુજરાત સૌથી સંવેદનશીલ, એકલા અમદાવાદમાં 4 મહિનામાં હજારથી વધુ કેસ

Mitesh Purohit | TNN 16 Jan 2020, 12:08 pm
અમદાવાદઃ સ્વાઈન ફ્લુના કારણે મોતની વાત આવે ત્યારે ભારતમાં ગુજરાત સૌથી સંવેદનશીલ રાજ્ય બની જાય છે. જ્યારે સ્વાઈન ફ્લુની બિમારના ફેલાવા અને તેના શંકાસ્પદ કેસ મામલે દિલ્હી સૌથી નબળું છે. વર્ષ 2010થી 2017 દરમિયાન સ્વાઈન ફ્લુના કેસ અને આ કારણે મોત અંગે જાહેર આરોગ્ય નિષ્ણાંતોએ ઊંડો અભ્યાસ હાથ ધર્યો હતો. જેના આંકડા સામે આવ્યા છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:આ સમયગાળામાં 1651 જેટલા સ્વાઈન ફ્લુના કેસમાં મૃત્યુઆંક અને દિલ્હી 11,073 જેટલા સ્વાઇન ફ્લુના શંકાસ્પદ કેસ સાથે સૌથી સંવેદનશીલ રાજ્યો બન્યા છે. આ અભ્યાસ ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચ(ICMR), જોન્સ હોપ્કિન્સ યુનિવર્સિટી- બાલ્ટિમોર(USA), કલકત્તાના પીડિયાટ્રિક કન્સલ્ટન્ટ્સ દ્વારા કરવામાં આવ્યો હતો. નિષ્ણાંતોએ સ્વાઈન ફ્લુના 1.14 લાખ કેસનો અભ્યાસ કર્યો હતો જે પૈકી 8,543 કેસમાં દર્દીઓના મોત થયા હતા.સ્વાઈન ફ્લુ રોગચાળો ફાટી નીકળ્યો તે દરમિયાન સૌરાષ્ટ્ર તેમાં પણ ખાસ કરીને રાજકોટ, ભુજ અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારમાં સ્વાઈન ફ્લુનો કાળો કહેર જોવા મળ્યો હતો. એક ઉચ્ચ આરોગ્ય અધિકારીએ જણાવ્યા અનુસાર 1 જાન્યુઆરી 2019થી 1 એપ્રિલ 2019 સુધીમાં એકલા અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુના 1322 કેસ નોંધાયા હતા. તેમજ આ ત્રણ મહિનામાં 28 જેટલા લોકો મોતને પણ ભેટ્યા હતા. જે પાછલા 4 વર્ષનો સૌથી વધુ મૃત્યુદર ધરાવતો સમયગાળો હતો.અભ્યાસકર્તાઓએ જણાવ્યા મુજબ સ્વાઈન ફ્લુના ભરડામાં આવનાર ટોચના પાંચ રાજ્યોમાં ગુજરાત, દિલ્હી, તેલંગણા, કર્ણાટક, અને ગોવાનો સામાવેશ થાય છે. આ પાંચેય રાજ્યોમાં મળીને સમગ્ર ભારતના કુલ સ્વાઈન ફ્લુ કેસ પૈકી 41 ટકા કેસ નોંધાયા છે. આ અભ્યાસમાં સૌથી મહત્વની વાત એ છે કે સ્વાઇન ફ્લુ રોગચાળો ફાટી નીકળ્યાના 8 વર્ષમાં લક્ષ્યદ્વિપ અને સિક્કિમમાં સ્વાઈનફ્લુનો એક પણ કેસ નોંધાયો નથી.Video: સ્વાઈન ફ્લુ જેવા ગંભીર રોગથી બચાવશે આ ઉકાળો, આ રીતે બનાવો

Read Next Story