એપશહેર

હાર્દિક પટેલના વકીલે HCમાં કહ્યું, 'હવે જલ્દી કરો સમય હાથમાંથી જાય છે'

Mitesh Purohit | TNN 27 Mar 2019, 9:41 am
અમદાવાદઃ હાર્દિક પટેલના વકીલે ગુજરાત હાઈકોર્ટમાં જણવાયું કે લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા માટેનો સમય હાથમાં નીકળી રહ્યો છે ત્યારે કોર્ટ જલ્દીથી કેસની સુનાવણી કરે. જોકે કેસમાં પ્રતિવાદી સરકારે કેટલીક બાબતોની તૈયારી માટે વધુ સમય માગતા કોર્ટે સુનાવણી એક દિવસ માટે મોકૂફ રાખી હતી. પાટીદાર અનામત આંદોલનના પાર્ટ વન દરમિયાન વિસનગર ખાતે ભાજપ ધારાસભ્ય ઋષિકેશ પટેલને ઓફિસમાં તોડફોડ કરવાના મામલે ચાલતા કેસમાં સ્ટેની માગણી કરતી અરજી કરી છે. હવે આ મામલ વધુ સુનાવણી આજે બુધવારે યોજાશે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો હાર્દિકે તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાઈને લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જેના માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે. ત્યારે ઉમેદવારી પત્ર ભરી શકાય માટે પોતાની સામે ચાલી રહેલા વિસનગર કોર્ટના કેસની સુનાવણી પર હાલ સ્ટે મુકવા માટે તેણે હાઈકોર્ટનો રસ્તો લીધો હતો. પરંતુ તારીખ 8 માર્ચથી આ બાબતે હાઈકોર્ટમાં અપીલ કરનાર હાર્દીકની અરજીને અત્યાર સુધીમાં ચારવાર મોકૂફીનો સામનો કરવો પડ્યો છે. વાંચોઃ અમદાવાદ: પ્રહલાદનગર ગાર્ડનમાં હાર્દિકને જોઈ લોકોએ કહ્યું, ‘આને કાઢો…’ જ્યારે મંગળવારે ફરી આ સુનાવણી માટે અરજી હાથ ધરવામાં આવી તો હાઈકોર્ટને સરકાર તરફથી જણાવાયું કે સરકારી વકીલ અન્ય એક કોર્ટમાં અન્ય એક કેસમાં હાજર હોવાથી આજના દિવસે કોર્ટમાં હાજરી આપી શકશે નહીં. જેથી સરકારે વધુ એક દિવસ માટે આ અરજીને પેન્ડિંગ રાખવા માટે માગણી કરી હતી. તેમજ સરકારે કોર્ટને એક એફિડેવિટ દ્વારા જણાવાયું કે ભૂતકાળમાં કોર્ટમાં હાજરી આપવાથી રાહત મેળવવા હાર્દિક પટેલે કઈ રીતે કોર્ટે સમક્ષ ખોટું બોલ્યો હતો. આ પણ વાંચોઃ ‘આ ચા તો મોંઘી પડે’, ચાનો ભાવ બાંધી દેવાતા ભાજપ-કોંગ્રેસનો એકસૂરમાં વિરોધ બપોર સુધી સરકારી વકીલની રાહ જોયા બાદ હાર્દિક પટેલના વકીલે કોર્ટને કહ્યું કે, ‘આ સરકાર દ્વારા તેમના ક્લાયન્ટને ઇરાદા પૂર્વક મોડુ કરાવવાની ચાલ છે. કેમ કે આ રીતે તેના ક્લાયન્ટ પાસે ઉમેદવારી પત્ર ભરવા માટે વધુ સમય નહીં રહે.’ જોકે હાર્દિક પટેલના વકીલ દ્વારા લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને કેસની અર્જન્સી અંગે કરવામાં આવેલ દલીલ આધારે હાઈકોર્ટે આ કેસની આગામી સુનાવણી તારીખ એક દિવસ બાદ એટલે કે 27 માર્ચ આજના દિવસની આપી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો