એપશહેર

હરેન પંડ્યા હત્યા કેસમાં થયેલી રિવ્યુ પિટીશનને સુપ્રીમ કોર્ટે ફગાવી

Tejas Jinger | I am Gujarat 21 Nov 2019, 1:26 pm
અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે હરેન પંડ્યા કેસની રિવ્યુ પિટીશન ફગાવી છે. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રીની હત્યાના કેસમાં 10 આરોપીઓને ફટકારેલી સજાને સુપ્રીમ કોર્ટે યથાવત રાખી છે. જસ્ટિસ અરુણ મિશ્રા અને વિનીત શરણની ખંડપીઠે રિવ્યુ પિટીશન ફગાવી દીધી છે. આ સાથે 5 જુલાઈએ આપવામાં આવેલા ચુકાદાને યથાવત રાખવામાં આવ્યો છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: 26મી માર્ચ 2003 સવારે મોર્નિંગ વૉક પર નીકળેલા હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. CBI (Central Bureau of Investigation)ના રિપોર્ટ્સ મુજબ 2002ના રમખાણોનો બદલો લેવા માટે હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી.સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, “અમે રિવ્યુ પિટીશનને જોઈ અને અમે માનીએ છીએ કે જે આદેશની સમીક્ષાની અપીલ કરાઈ હતી, તેમાં કોઈ પ્રકારની ભૂલ નથી જણાતી, જેના કારણે પુનર્વિચાર કરવામાં આવે. માટે રિવ્યુ પિટીશનને ફગાવવામાં આવે છે.”
ટ્રાયલ કોર્ટે 2007માં 12 લોકોને આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. આ પછી કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થઈ અને પછી સુપ્રીમ કોર્ટમાં કેસ પહોંચ્યો અને ત્યાં 12માંથી 9 દોષિતોને આજીવન કેદ જ્યારે અન્યોને અલગ-અલગ પ્રકારની જેલની સજા સંભળાવવામાં આવી હતી. આ મામલે અસગર અલગી, મોહમ્મ રઉફ, મોહમ્મદ પરવેઝ, અબ્દુલ ક્યુમ શેખ, પરેવેઝ ખાન પઠાણ ઉર્ફે અતહર પરવેઝ, મોહમ્મદ ફારુક ઉર્ફહાજી ફારુક, શાહનવાઝ ગાંધી, કલીમ અહમદા ઉર્ફે કલીમુલ્લાહ, રેહાન પુથવાલા, મોહમ્મદ રિઝા સરેસવાલા, અનીઝ માચિસવાલા, મોહમ્મદ યુનુસ સરેસવાલા અને મોહમ્મદ સૈફુદ્દીનને દોષી ઠેરવ્યા છે. ફરિયાદો છતાં રસ્તા રિપેર નહોતા થતા, લોકોએ ખાડામાં છોડ રોપી દીધા

Read Next Story