એપશહેર

હાથીજણમાં પાર્ક માટે AMCએ 70 વર્ષ જૂનું સ્માશન-બે મંદિરો તોડી પાડતા લોકોમાં રોષ

હાથીજણ વિસ્તારમાં આવેલુ 70 વર્ષ જૂનું સ્માશાનગૃહ અને બે મંદિરો અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશને તોડી નાખતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, કોરોનાકાળ દરમિયાન આ સ્મશાનગૃહમાં 250 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે લોકોએ આનો વિરોધ કર્યો હતો અને આંદોલનની ચીમકી આપી હતી. કોર્પોરેશનનો દાવો છે કે, આ સ્મશાનગૃહ કામચાલઉ હતુ. બગીચો બનાવવા માટે તોડી પાડવામાં આવ્યું હતું.

Edited byમનીષ કાપડિયા | TNN 4 Aug 2022, 10:19 am

હાઈલાઈટ્સ:

  • હાથીજણ વિસ્તારમાં 70 વર્ષ જૂનું સ્મશાનગૃહ તોડી પડાતા લોકોમાં રોષ
  • સ્થાનિક લોકોએ કોર્પોરેશનની કામગીરીનો વિરોધ કર્યો અને આંદોલનની ચીમકી આપી
  • કોરોનાકાળ દરમિયાન અહીં 250 મૃતદેહોના અંતિમ સંસ્કાર થયા હતા, બગીચા માટે તોડ્યું
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat hathijan crematorium demolished.
હાથીજણમાં આવેલું એક સ્મશાન ગૃહ અને બે મંદિરો કોર્પોરેશને તોડી પાડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
અમદાવાદઃ શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલા 70 વર્ષ જૂના સ્મશાન અને બે મંદિરો AMCએ તોડી પાડ્યા હતા. સિટી સિવિક બોડીના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની ટીમે ઓક્સિજન પાર્ક માટે બુધવારે હાથીજણમાં આવેલું એક સ્મશાન અને બે મંદિરો તોડી પાડતા (Demolished a crematorium and two temples in Hathijan) લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે જ્યારે કોરોનાકાળ ચરમસીમાએ હતો ત્યારે અહીં લગભગ 250 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) એ સમયે અંતિમ સંસ્કાર માટે (Ahmedabad News) વધારાના સ્ટેન્ડ પણ બનાવ્યા હતા.
કોર્ટરૂમમાં દીકરાએ 86 વર્ષીય માતાને ‘વિલન’ કહ્યા, હાઈકોર્ટે તાત્કાલિક કસ્ટડી નાના દીકરાને સોંપી દીધી
કોરોનાકાળમાં 250 લોકોનાં અંતિમ સંસ્કાર થયા હતા
જ્યાં આ સ્મશાન આવેલું ત્યાં વિવેકાનંદ સેક્ટર-2માં રહેતા સ્થાનિક લોકોએ આનો વિરોધ પણ કર્યો હતો અને આંદોલનની ચીમકી આપી હતી. આ સ્મશાનગૃહનું સંચાલન કરતા શિવશક્તિ સેવા ટ્રસ્ટના વડા અરવિંદગિરી ગોસ્વામીએ જણાવ્યું કે, આ સ્મશાન અંદાજે 70 વર્ષ જૂનું હતું. જ્યારે કોરોનાકાળ ચરમસીમાએ હતો ત્યારે અમે મોડી રાત્રી સુધી લગભગ 250 મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા હતા. અહીં આસપાસમાં રહેતા મોટાભાગના લોકોની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અમે તેઓ પાસેથી લાકડાના અને અન્ય સામગ્રીનો ચાર્જ પણ નહોતો લીધો.
અંગ્રેજીમાં ઠોઠ હોય તેમને IELTSમાં ઊંચા બેન્ડ અપાવવા ગજબનું સેટિંગ પાડવામાં આવતું
'સ્માશાનગૃહ એક કામચલાઉ સુવિધા હતી'
અરવિંદગિરી ગોસ્વામીએ એવું પણ જણાવ્યું કે, આ સ્મશાન અને મંદિરો તોડી પાડતા પહેલાં સિટી સિવિક બોડીએ કોઈ પણ જાતની નોટિસ પણ નહોતી આપી. તેઓએ અમને એવું કહ્યું હતું કે, બગીચા બનાવવાની જગ્યા માટે તેઓએ સ્માશાનગૃહ અને મંદિરો તોડી પાડ્યા હતા. જો કે, સિટી સિવિક બોડીના અધિકારીઓએ દાવો કર્યો હતો કે, કોરોનાકાળ દરમિયાન સ્મશાનગૃહ એક કામચલાઉ સુવિધા હતી. જ્યારે રોગચાળો ચરમસીમાએ હતો ત્યારે તે એક કામચલાઉ સ્મશાનગૃહ હતું. જે સૂચિત બગીચાની નજીક આવેલું હતું. જો કે, હાલ આ સુવિધાનો વધુ ઉપયોગ થતો ન હોવાથી તેને બાયોડાયવર્સિટી પાર્ક માટે ફરીથી રિક્લેમ કરવામાં આવ્યું હતું, એવું AMCના પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાઘેલાએ જણાવ્યું હતું.
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story