એપશહેર

પતિને તરછોડીને જતી રહી પત્ની, છૂટાછેડા આપવા કોર્ટનો ઇનકાર

Mitesh Purohit | TNN 19 Feb 2018, 7:52 am
I am Gujarat hc cancels divorce granted on grounds of desertion
પતિને તરછોડીને જતી રહી પત્ની, છૂટાછેડા આપવા કોર્ટનો ઇનકાર


યુવકે હાઇકોર્ટમાં છૂટાછેડાની અરજી કરી

અમદાવાદઃ પત્નીએ પતિનો ત્યાગ કર્યો હોવાના આધાર પર ગુજરાત હાઇકોર્ટે એક દંપત્તિને છૂટાછેડા આપવાનો ઇનકાર કરી દીધો. આ કિસ્સો સુરતનો છે. છૂટાછેડાની અરજી રદ કરતાં હાઇકોર્ટે કહ્યું કે મહિલા અલગ રહે છે એનો મતલબ એ નહીં કે તેણે પતિનો ત્યાગ કર્યો છે.

15 દિવસમાં પતિને છોડી દીધો

ઉલ્લેખીય છે કે 2009માં સુરતના એક યુવક અને યુવતીએ લગ્ન કર્યાં હતાં. એજ વર્ષના ઓગસ્ટ મહિનામાં પત્ની તેને છોડીને જતી રહી હતી. પત્નીએ તરછોડી દીધો હોવાના આધાર પર લગ્ન સમાપ્ત કરવા માટે યુવકે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. યુવકે કોર્ટને કહ્યું હતું કે તેની પત્નીએ બે વર્ષથી તેને છોડી મૂક્યો છે, વધુ ઉમેર્યું કે લગ્નના 15 દિવસમાં જ પત્ની છોડીને જતી રહી હતી. હાઇકોર્ટ પહેલાં ફેમિલી કોર્ટે પતિના દાવાને સનાતન સત્ય નહોતો માન્યો.

બીજી યુવતી સાથે પતિનું અફેર હતું

મહિલાએ હાઇકોર્ટને જણાવ્યું કે તેના પતિને એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું અને જ્યારે તે તપાસ કરવાની કોશિશ કરતી ત્યારે યુવક તેને માર મારી છોડી દેવાની ધમકી આપતો હતો. પતિનું ઘર છોડવા માટે મહિલાને મજબૂર કરવામાં આવી હતી, બાદમાં તેનો પતિ તેને સ્વીકારવા તૈયાર ન હતો. છૂટાછેડાની અરજી આપતા પહેલાં યુવકે તેની પત્નીને કાનૂની નોટિસ મોકલી હતી અને થોડા દિવસ સાથે રહેવાની માગણી કરી હતી.

કોર્ટે સવાલ ઉઠાવ્યો

કેસ સાંભળ્યા બાદ જસ્ટિસ અકિલ કુરેશી અને જસ્ટિસ એ.વાય.કોગ્જેએ પુરુષે સાથે રહેવા બાબતે મહિલાને મોકલેલી નોટિસ પર સવાલ ઉઠાવ્યા હતા. સહવાસની લિગલ નોટિસ મોકલ્યા બાદ આ શખ્સ વૈવાહિત પુનઃસ્થાપનાના અધિકાર માટે કોર્ટને રિક્વેસ્ટ કરવી જોઇતી હતી.

અરજી રદ

છૂટાછેડાની અરજી રદ કરતી વખતે કોર્ટે કહ્યું કે એક બાજુ મહિલાને અલગ રહેવા માટે પુરુષ મજબૂર કરી અને બીજી બાજુ તેને પાછી બોલાવવા માટે બિલકુલ પ્રયત્ન ન કરાયા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો