એપશહેર

અમદાવાદમાં સવારે મન મૂકીને વરસ્યા મેઘરાજા, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

ગુરુવાર સાંજે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જે બાદ વરસાદે વિરામ લીધો હતો. જો કે, આજે સવારે કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ મેઘ મહેર થઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

I am Gujarat 21 Aug 2020, 12:34 pm
ગઈકાલ રાત બાદ અમદાવાદમાં આજે પણ સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ધોધમાર વરસાદ વરસ્યો. શહેરના વસ્ત્રાપુર, શાસ્ત્રીનગર, રાણીપ, ઘાટલોડિયા, વેજલપુર, એસ.જી. હાઈવે, જીવરાજપાર્ક, નારણપુરા, ગુજરાત યુનિવર્સિટી, વસ્ત્રાલ, રામોલ, સીટીએમ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના લીધે સ્થાનિકોને હાલાકી પડી રહી છે. સવારથી જ વરસાદ શરૂ થતાં નોકરી પર જતાં લોકોને પણ મુશ્કેલી પડી હતી. તો એકલદોકલ વિસ્તારોમાં ઝાડ પડવાના સમાચાર પણ સામે આવ્યા છે.
I am Gujarat ahd rain n2



રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ મેઘરાજાએ સવારથી રમઝટ બોલાવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ હજી ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં 22 અને 23 ઓગસ્ટે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે. મહત્વનું છે કે, છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે.


ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં મેઘ મહેર થતાં અત્યાર સુધીમાં 88.55 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના કારણે અનેક ડેમોમાં નવા નીરની આવક થઈ છે. અમુક ડેમ છલકાયા છે અને અમુક હાઈ એલર્ટ પર છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો