એપશહેર

હાઈકોર્ટે આ રીતે બચાવી લીધી ગુજરાતી કપલની મેરેજ લાઈફ

Mitesh Purohit | TNN 15 Dec 2017, 10:37 am
I am Gujarat high court saved gujarati couples marriage life by advising relationship tips
હાઈકોર્ટે આ રીતે બચાવી લીધી ગુજરાતી કપલની મેરેજ લાઈફ


છૂટાછેડાના કેસમાં કોર્ટનો અનોખો એપ્રોચ

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં તાજેતરમાં એક છૂટાછેડાના કેસ ત્યારે ઇન્ટરેસ્ટિંગ બની ગયો જ્યારે NRI કપલ વચ્ચે સમાધાન કરાવતા કોર્ટે પતિને સલાહ આપી કે ‘તે કામધંધાર્થે મીડલઇસ્ટ પરત ફરે તે પહેલા પત્નીને વેકેશન ગાળવા લઈ જાય’. છૂટાછેડાના આ કેસમાં ઘર કંકાસના કારણે મનાલીએ પોતાના પતિ સંજય મકવાણા અને સાસરિયા વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. જોકે મકવાણા ફેમિલી કેસની સુનાવણી માટે કોર્ટમાં પહોંચ્યું હતું.

સમાધાનની શક્યતા શોધી અને પછી કપલને કહ્યું…

જોકે હાઈકોર્ટના જજ જે.બી. પારડીવાલાને સમગ્ર કેસમાં સમાધાન થશે તેવી શક્યતા દેખાતા તેમણે કપલને બાલમંદિરમાં ભણતી પોતાની બાળકીના ભવિષ્ય સામે જોવા કહ્યું હતું. જે બાદ મકવાણા પરિવારે પોતાના પુત્રને મીડલઇસ્ટથી ભારત આવી સમગ્ર વિવાદ ઉકેલવા માટે જણાવ્યું હતું.

તમારી ભૂલના પરીણામ માસૂમ શા માટે ભોગવેઃ કોર્ટ

કોર્ટે કપલને કહ્યું કે, ‘તમારી મતભેદોના કારણે આ નાની બાળકીના જીવનનો ભોગ ન લેવાવો જોઈએ. તેણે એવું કોઈ પાપ નથી કર્યું કે તમારી ભૂલના પરીણામ બાળકી ભોગવે.’ જે બાદ આ સપ્તાહની શુરઆતમાં કોર્ટમાં હાજર રહેલા કપલને બાળકીના ભવિષ્ય માટે મેરેજ ન તોડવા કોર્ટે સમજાવ્યા હતા. જે બાદ પતિ અને પત્નિ બંને આ માટે તૈયાર થયા હતા અને પત્નિ કહ્યું હતું કે તે પતિ સાથે મસ્કત જવા તૈયાર છે જ્યારે પતિએ પણ કોર્ટ સમક્ષ ખાતરી આપી હતી કે તેનો પરિવાર હવે પતિ-પત્નીની બાબતોમાં વચ્ચે નહીં પડે.

ક્યારેક અમારા ચૂકાદાથી જીંદગીઓ વિખાઈ શકે છે માટે…

કોર્ટે કહ્યું કે, ‘આવા કેસમાં અમારી પાસે ચૂકાદો સંભળાવી દેવો ખૂબ સહેલો છે પરંતુ અમાર ચૂકાદાથી મુશ્કેલીઓનો અંત નથી આવતો. જો અમે એમ જ ચૂકાદો આપી દીધો હોત તો આજે એક માસૂમનું જીવન દુખોથી ભરપૂર બની જવાની શક્યતા વધી ગઈ હોત.’

કપલ માટે કોર્ટની વેકેશન ટિપ્સ

જોકે પતિ ઇચ્છતો હતો કે તેની પત્ની અને બાળખી તાત્કાલીક જ તેની સાથે મસ્કત પરત ફરે પરંતુ પત્નીએ કહ્યું કે આમ કરવાથી તેની બાળકીનું શૈક્ષણિક વર્ષ ખરાબ થશે. જેથી કોર્ટ પતિને જણાવ્યું કે શા માટે તે આ થોડો વધુ સમય રાહ ન જુવે અને એવું હોય તો તે પોતાની પત્ની અને બાળકીને નાના વેકેશન પર પણ લઈ જઈ શકે જેથી તેમના લગ્નજીવનના સંબંધો વધુ મજબૂત બને અને પરીવાર ખુશીથી રહી શકે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો