એપશહેર

ધોરણ-10ની બોર્ડની પરીક્ષામાં પૂછાયો Howdy Modi અને ચાઈનિઝ ફટાકડા અંગે સવાલ

Mitesh Purohit | I am Gujarat 6 Mar 2020, 8:41 am
અમદાવાદઃ ગુરુવારથી રાજ્યભરમાં શરુ થયેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં હાઊડી મોદીથી લઈને ચાઈનિઝ ફટાકડા અંગેના સવાલો પૂછાયા હતા. જેને લઈને વિદ્યાર્થીઓની પાઠ્યક્રમ ઉપરાંત સાંપ્રત સમયની ઘટનાને લઈને કેટલી અવેરનેસ છે તેની પણ પરીક્ષા લેવાઈ હતી. ગુરુવારથી શરુ થયેલી બોર્ડની પરીક્ષાઓમાં ધો. 10માં 5 અને ધો.12માં 9 કોપી કેસ પકડવામાં આવ્યા હતા.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:અમદાવાદ શહેરમાં વટવામાં આવેલ વિશ્વ વિદ્યાલયમાં એક ધો. 12નો વિદ્યાર્થી ગેરરીતી કરતો પકડવામાં આવ્યો હતો જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં એક વિદ્યાર્થી પરીક્ષા શરુ થતા પહેલા જ ક્લાસરુમમાં મોબાઈલફોન દ્વારા ગેરરીતિ આચરતો પકડી પાડવામાં આવ્યો હતો. આવો જ એક કોપી કેસ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં પણ મળી આવ્યો હતો. જ્યારે રાજકોટમાં ધો. 10ની પરીક્ષામાં એક ડમી વિદ્યાર્થી પકડાયો હતો.રાજ્યમાં ધો. 10ની બોર્ડ પરીક્ષા કુલ 10.83 લાખ વિદ્યાર્થી આપી રહ્યા છે. જ્યારે ધો. 12 બોર્ડના સાયન્સ પ્રવાહના નવા કોર્સમાં કુલ 1.19 લાખ વિદ્યાર્થીઓ અને જૂના કોર્સમાં 23000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તેમજ ધો. 12ના સામાન્ય પ્રવાહમાં કુલ 5.27 લાખ વિદ્યાર્થીઓ આ વખતે પરીક્ષા આપી રહ્યા છે.સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલા બોર્ડની પરીક્ષાઓમાં ગ્રામ્ય વિસ્તારોના સેન્ટર પર વિજળી કાપના કારણે વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વિદ્યાર્થીઓએ અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે, પરીક્ષાના પહેલા દિવસે ધો.10 માટે ભાષાનું પેપર, ધો.12ના વિજ્ઞાન પ્રવાહ માટે ફિઝિક્સનું પેપર અને ધો. 12ના સામાન્ય પ્રવાહ માટે એકાઉન્ટનું પેપર સેહલું રહેતા પરીક્ષાના પહેલા દિવસે જ તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે. તેમણે જણાવ્યું કે તમામ પ્રશ્નો અભ્યાસક્રમમાંથી જ પૂછવામાં આવ્યા હતા.અમદાવાદની સ્કૂલમાં ફિઝિક્સના ટીચર દર્શન દવેએ કહ્યું કે, ‘ફિઝિક્સનું પેપર લાંબુ હતું પરંતુ સહેલું હતું.’ જ્યારે સે. ઝેવિયર સ્કૂલની ધો.12ની વિદ્યાર્થીની ધારા પારેખે કહ્યું કે, ‘ફિઝિક્સનું પેપર નોલેજ અને એપ્લિકેશનબેઝ્ડ પ્રશ્નોનું પરફેક્ટ બેલેન્સ્ડ પેપર હતું. ભલે થોડું લાબું હતું પરંતુ સહેલું હતું.’ તો ધોરણ 10ની બોર્ડ પરીક્ષાના પહેલા દિવસે અંગ્રેજીના પેપરમાં ગત વર્ષે અમેરિકામાં યોજાયેલ હાઉડી મોદી ઇવેન્ટને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં ઇવેન્ટને લઇને એક સ્વયંસવેક તરીકે ડાયરી લખવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે ડાયરી લખવાા માટેનો બીજો પ્રશ્ન કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેઠા હોય તો કેવો અનુભવ થાય તે પોતાના શબ્દોમાં વર્ણવા કહેવાયું હતું.આ ઉપરાંત ચંદ્રયાન-2 ભારતને ગર્વ અપાવનાર અંતરિક્ષ મિશન અથવા ઓનલાઇન શોપિંગ વિ. ઓફલાઇન શોપિંગ અંગે નિબંધ લખવા માટે પણ કહેવાયું હતું. જ્યારે પત્ર લખવાના પ્રશ્નમાં પોતાના મિત્રને સુરક્ષિત દિવાળી ઉજવવાની અપીલ સાથે ચાઈનિઝ ફટાકડાથી દૂર રહેવા માટે પત્ર લખવાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જ્યારે બીજો ઓપ્શન એક ઇમેલ પત્રાચારનો હતો જેમાં તેમણે નવી ઇન્સ્ટોલ કરવામાં આવેલ પ્રીકોલેશન સિસ્ટમ જે કેવી રીતે પાણી બચાવે છે તેના અંગે માહિતી આપવાની હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો