એપશહેર

અમદાવાદઃ કોરોનાના કારણે 'ઘરના પાંજરામાં' માણસો, ઝૂમાં છવાઈ રોનક

કોરોનાની મહામારીના કારણે મુલાકાતીઓને પ્રાણીસંગ્રહાલયની અંદર આવવાની મનાઈ છે. જેથી પ્રાણીઓનો સ્વભાવ પણ શાંત થયો છે. ઉપરાંત વનસ્પતિ પણ ખીલી ગઈ છે.

I am Gujarat 12 Aug 2020, 9:01 pm
અમદાવાદઃ કોરોનાની મહામારીના ઉપાય તરીકે અજમાવવામાં આવેલા લોકડાઉનના હથિયારના કારણે વાતાવરણમાં પણ ઘણો જ ફેરફાર જોવા મળ્યો છે. લોકડાઉનના કારણે લોકોના જીવન પર ઘણી જ ગંભીર નેગેટિવ અસર પણ જોવા મળી છે. જોકે, આ નકારાત્મક વાતાવરણ વચ્ચે પણ શહેરના પ્રાણીસંગ્રહાલય અને વનસ્પતિને તો ફાયદો જ પહોંચ્યો છે.
I am Gujarat humans locked out animals in zoo calm flora flourishes ahmedabad humans locked out
અમદાવાદઃ કોરોનાના કારણે 'ઘરના પાંજરામાં' માણસો, ઝૂમાં છવાઈ રોનક


મુલાકાતીઓને આવવાની છે મનાઈ
મુલાકાતીઓને પ્રાણીસંગ્રહાલયની અંદર આવવાની મનાઈ છે. જેથી પ્રાણીઓનો સ્વભાવ પણ શાંત થયો છે. ઉપરાંત વનસ્પતિ પણ ખીલી ગઈ છે. શહેરના પ્રાણીસંગ્રહાલયના ડિરેક્ટર આર.કે.સાહુના જણાવ્યાનુસાર, 'માર્ચના છેલ્લા અઠવાડિયાથી જ મુલાકાતીઓને પ્રાણીસંગ્રહાલયમાં પ્રવેશ માટે એન્ટ્રી આપવામાં નથી આવી. જેથી પ્રાણીઓના સ્વભાવમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. ઉલટાનું પ્રાણીઓ ખૂબ જ શાંત થયાં છે.'

વનસ્પતિ પણ ખીલી ઉઠી
તેમણે એ પણ ઉમેર્યું કે,'જ્યારે ખૂબ જ વિઝિટર્સ હોય છે તો તે અંદરના સ્થાને ચાલ્યાં જાય છે. જોકે, હવે તે ગમે ત્યાં આરામ કરે છે અને ત્યાં સુધી કે, રેલિંગ સુધી પણ પહોંચી જાય છે. જ્યાં લોકો આસપાસ છે.' આ ઉપરાંત તેણે ઉમેર્યું હતું કે, 'પ્રાણીસંગ્રહાલયમાં વનસ્પતિ પણ ખીલી ઉઠી છે. સામાન્ય રીતે જ્યારે પણ મુલાકાતીઓ આવતા હોય છે ત્યારે ફૂલો ચૂંટતા હોય છે. કેટલીકવાર તો વનસ્પતિમાંથી પાંદડા પણ તોડતા હોય છે. હવે તો ચાર મહિનાથી મુલાકાતીઓ આવ્યા જ નથી. જેથી વનસ્પતિઓ પણ સારી રીતે ખીલી ઉઠી છે અને તેના કારણે પ્રાણીસંગ્રહાલય એકદમ શોભી ઉઠ્યું છે.

વાંદરાઓ જોઈ રહ્યાં છે રાહ....
જોકે, એક જ પ્રાણી એવું છે. જે મનુષ્યોની અધીરાઈથી રાહ જોઈ રહ્યું છે અને એ છે વાંદરાઓ. "ભલે વાંદરાઓને સારી રીતે ખવડાવવામાં આવી રહ્યું હોય પરંતુ તેઓ મુલાકાતીઓની રાહ જોઈ રહ્યાં છે કારણકે તેઓ હ્યુમન ફ્રેન્ડલી છે. તેઓ દિવસભર મનુષ્યોને નિહાળતા રહે છે અને તેમની સામે ખીખીયાટા પણ કરતાં રહે છે. તેમને આવું કરવું ગમે છે. જ્યારે પણ કર્મચારીઓ વાંદરાઓને ખવડાવવા માટે અથવા તો તેનું પાંજરુ સાફ કરવા માટે અંદર જાય છે તેઓ ખૂબ જ ખુશ થાય છે અને કૂદાકૂદ કરે છે."

વધુ શાંત બન્યા પ્રાણીઓ
સાહૂએ કહ્યું કે પ્રાણીસંગ્રહાલયના મોટાભાગના પ્રાણીઓ એ વાતથી સંતુષ્ટ છે કે જે પણ મુલાકાતીઓ આવે તે પોતાના સ્થાન પર ઘૂસણખોરી કરી શકે નહીં. સિંહ, વાઘ, હરણ લોકડાઉન કર્યા પછી સૌથી શાંત લાગી રહ્યાં છે. આ પ્રાણીઓ એવા છે કે તેઓ પોતાની જિંદગીમાં મનુષ્યોની દખલગીરી પસંદ કરતાં નથી."

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો