એપશહેર

હું દારુ પીતો નથી છતાં હું રાજા છું.. સિંહની ગુજરાત નશાબંધી વિભાગ માટે ગર્જના

'જો વ્યક્તિ દારુ પીતી નથી તો સિંહ જેવો આત્મવિશ્વાસ દર્શાવી શકે છે, જો કોઈ દારુ પીધેલું પકડાશે તો પોલીસ સિંહ જેવી ગર્જના કરશે'

Reported byAshish Chauhan | TNN 5 Nov 2021, 9:31 am
અમદાવાદઃ તમારે રાજા જેવો અહેસાસ કરવા માટે દારુ પીવાની જરુર નથી, આ મેસેજ બીજો કોઈ દ્વારા નહીં પરંતુ 'જંગલના રાજા' દ્વારા આપવામાં આવ્યો છે. ગુજરાત પ્રોહિબેશન અને એક્સાઈઝ ડિપાર્ટમેન્ટે નવા મેસ્કોટ તરીકે એશિયાટિક સિંહનો ઉપયોગ કર્યો છે.
I am Gujarat i do not drink but i am still king asiatic lion mascot of gujarat prohibition department
હું દારુ પીતો નથી છતાં હું રાજા છું.. સિંહની ગુજરાત નશાબંધી વિભાગ માટે ગર્જના


આ વિભાગ બન્યો ત્યાર પછી પહેલીવાર મેસ્કોટની પસંદગી કરવામાં આવી છે. આ મેસ્કોટ સાથે પંચ લાઈન લખવામાં આવી છે કે, "હું દારુ પીતો નથી છતાં હું રાજા છું." નશાબંધી આપણા દ્વારા - આપણા માટે.. વિભાગના સિમ્બોલ સાથે આ વાત રજૂ કરવામાં આવી છે.

ઘાટલોડિયા મર્ડર કેસઃ આરોપીને પકડવા સોસાયટીના લોકોનો વિશ્વાસ જીતી રહી છે પોલીસ
પ્રોહિબેશન વિભાગના સિનિયર અધિકારીએ જણાવ્યું કે, નવા પસંદ થયેલા મંત્રી સાથે વાતચીત કર્યા બાદ આ મેસકોટ પસંદ કરવામાં આવ્યો છે. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, "જો વ્યક્તિ દારુ પીતી નથી તો તે સિંહ જેવો આત્મવિશ્વાસ દર્શાવી શકે છે. જો વ્યક્તિ દારુ પીએ તો પોલીસ સિંહની જેમ તે આરોપીની સામે ગર્જના કરશે."

અધિકારીએ ઉમેર્યું કે, "ગુજરાત એશિયાટિક સિંહ માટે જાણીતું છે, તો તેને ધ્યાનમાં રાખીને જ અમે મેસ્કોટ તરીકે સિંહ પર પસંદગી ઉતારી છે."

સ્નેહમિલન, મંદિરે દર્શન, પરંપરાગત નાસ્તા...અમદાવાદની પોળોમાં ઉજવાય છે ખરી દિવાળી
વધુમાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "રાજ્યમાં ઘણાં પ્રાણીઓ છે, પરંતુ સિંહ ગુજરાતની ઓળખ છે. ગુજરાત રાજ્ય બે બાબતોના કારણે ઓળખ ધરાવે છેઃ જેમાંથી એક છે એશિયાટિક સિંહ અને બીજુ 'દારુબંધી'. જેને ધ્યાનમાં રાખીને એશિયાટિક સિંહની મેસ્કોટ તરીકે પસંદગી કરવામાં આવી છે."

મહત્વનું છે કે ગુજરાતમાં દારુબંધી છે આમ છતાં વારંવાર દારુ ભરેલા વાહનો અને ટ્રાન્સપોર્ટ ટ્રક પકડાય છે. પોલીસને દારુના અડ્ડાઓની ખબર હોવા છતાં તેના પર કાર્યવાહી કરવામાં નથી આવતી તેવા અનેક સવાલો ઉઠતા રહ્યા છે. દારુબંધી હોવા છતાં પોલીસની રહેમરાહના કારણે બુટલેગરો ફલીફુલી રહ્યા હોવાની ચર્ચાઓ વારંવાર થતી રહી છે. જોકે, બીજી તરફ પોલીસ વિભાગના કર્મચારી દારુ સાથે પકડાય તો પણ ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હોવાના પણ ઉદાહરણ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો