એપશહેર

ફિક્સ પગારના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, મૂળ જગ્યાએ પાછા આવવાની મળશે તક

ફિક્સ પગારના કર્મચારીઓને નવી જગ્યાએ ફાવતું નથી જેના કારણે તેઓ ફરી પોતાની જૂની નોકરી કે જગ્યા પર પરત આવવા માંગતા હોય છે તેમના માટે ખાસ ઠરાવ

I am Gujarat 11 Nov 2020, 8:02 pm
અમદાવાદઃ ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં મોટી સંખ્યામાં ફિક્સ પગારના કર્મચારીઓ ફરજ બજાવે છે. આ કર્મચારીઓ નોકરી દરમિયાન સમાન સંવર્ગની અન્ય જગ્યા કે ઉપલા સંવર્ગની જગ્યા ઉપર પસંદગી પામે ત્યારે હાલની જગ્યા ઉપરથી રાજીનામું આપીને નવી જગ્યા પર નિમણૂક મેળવે છે. કેટલીક વખત આ કર્મચારીઓને નવી જગ્યાએ ફાવતું નથી જેના કારણે તેઓ ફરી પોતાની જૂની નોકરી કે જગ્યા પર પરત આવવા માંગતા હોય છે પરંતુ તે બાબતે કોઈ જોગવાઈ ન હોવાથી કર્મચારીએ જે તે જગ્યાએ જ રહેવું પડતું હતું. આ મુદ્દે આજ રોજ ગુજરાત સરકાર દ્વારા આવા કર્મચારીઓને મૂળ જગ્યાએ પરત નિમણૂક આપવાનો ઠરાવ કર્યો છે.
I am Gujarat important decision for fixed salary employees the opportunity to return to their original place
ફિક્સ પગારના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, મૂળ જગ્યાએ પાછા આવવાની મળશે તક


આ બાબતે ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા આજ રોજ ઠરાવ પસાર કરી તેનો અમલ કરી દીધો છે. ઠરાવમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ફિક્સ પગારથી નિમણૂક પામેલા કર્મચારીઓને એક સંવર્ગમાંથી રાજીનામું આપી અન્ય સમાન સંવર્ગ કે ઉપલા વર્ગની ફિક્સ પગારની કે નિયમિત પગાર ધોરણની જગ્યામાં સેવામાંથી તેની તરત અગાઉના મૂળ સંવર્ગની સેવામાં પરત આવવાનો લાભ તેઓને નવી નિમણૂકના 01 વર્ષ સુધીના સમયગાળા માટે આપવાનો રહેશે. એટલે કે જો કર્મચારી ફરી તેની મૂળ જગ્યા પર નોકરી કરવા માંગે છે તો આ ઠરાવ મુજબ એક વર્ષની અંદર તેણે અરજી કરવાની રહેશે ત્યાર બાદ તેના માટે માન્ય રહેશે નહીં.

આ સાથે મૂળ સંવર્ગમાં પરત આવનારા ફિક્સ પગારના કર્મચારીઓ તેમના તરત અગાઉના મૂળ સંવર્ગની પ્રવર્તા ગુમાવશે અને તેઓની નવી નિમણૂક ગણાશે. તથા અગાઉ જે સંવર્ગમાંથી પરત આવે છે તે સંવર્ગ સેવા કોઈ પણ સંજોગોમાં સળંગ સેવા તરીકે ગણાશે નહીં. આ નોકરી બદલવાનો આ લાભ માત્ર એક જ વખત મળશે. આ સાથે માસિક કુલ પગારના પંદર દિવસનો પગાર વસૂલ કરવામાં આવશે જે તાલીમ લીધેલ હોય તેનો તાલીમ ખર્ચ પણ વસૂલાશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો