એપશહેર

અમદાવાદમાં દારુડિયા પતિથી કંટાળેલી મહિલાએ દીકરી સાથે મળીને કરી દીધી હત્યા

રાજ્યમાં હત્યાના બનાવ વધી રહ્યા છે. સુરત હોય કે અમદાવાદ અનેક હત્યાની ઘટના સામે આવી રહી છે ત્યારે આ હત્યાની ઘટના પણ અમદાવાદમાં બની હતી. જેમાં એક પત્નીએ દીકરી સાથે મળીને પોતાના પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો.સરદારનગર પોલીસે હત્યારી મા દીકરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના ભત્રીજાને શંકા જતા સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો.

Edited byમિહિર સોલંકી | I am Gujarat 27 Feb 2023, 10:55 pm

હાઈલાઈટ્સ:

  • અમદાવાદમાં આવેલા સરદારનગરની ઘટના
  • પત્નીને પતિને દુપટાથી ટૂંપો દીધો, દીકરીએ મોઢે રૂમાલ દબાવી રાખ્યો
  • પોસ્ટમોર્ટમમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat kishor
કિશોર જાદવ અને તેની પત્ની ગીતાબેન જાદવ
મળતી માહિતી અનુસાર, અમદાવાદના સરદારનગરમાં રહેતો કિશોર જાદવ નામનો વ્યક્તિ બેકાર હતો અને દારૂનો બંધાણી થઈ ગયો હતો. કિશોર દરરોજ દારૂ પીને ઘરે જતો હતો અને દરરોજ ઘરના સભ્યો સાથે ઝઘડો કરીને પત્ની ગીતાબેને અને દીકરીઓને ઢોરમાર મારતો હતો. ગીતાબેન જાદવના મનમાં તેના પતિની બીક પેસી ગઈ હતી અને તેમને દરરોજ બીક લાગતી હતી કે, તેનો પતિ કિશોદ જાદવ દારૂ પીને આવશે અને ઢોર માર મારશે. ઘણી વખત કિશોર જાદવ ગીતાબેનના ચારિત્ર્ય પર પણ શંકા કરતો હતો અને આ અંગે પણ ઢોરમાર મારતો હતો. દરરોજના આ પ્રકારના ત્રાસથી ગીતાબેન અને તેમની દીકરી ત્રાસી ગયા હતા.

રવિવારે કિશોરે દારૂ પીને માર માર્યો હતો

રવિવારના રોજ પણ કિશોર જાદવે પત્ની ગીતાબેન જાદવ અને બે દીકરીઓને માથેથી પકડીને ઢોર માર માર્યો હતો. દરરોજના આ પ્રકારના ત્રાસથી ગીતાબેન અને તેમની બે દીકરીઓ ત્રાસ ગઈ હતી અને રવિવારે ઢોરમાર વાગતા ઉશ્કેરાઈ ગઈ હતી. જેથી ગીતાબેને અને તેમની દીકરીઓએ કિશોરની હત્યાનું ષડયંત્ર રચ્યુ હતુ. કિશોર જ્યારે સૂઈ રહ્યો હતો ત્યારે ગીતાબેને દુપટ્ટાની મદદથી તેનું ગળુ દાબી દીધુ હતુ અને દીકરીએ પિતાના મોઢે રુમાલ દબાવીને મોઢુ દાબી દીધુ હતુ.

કિશોરના ભત્રીજાને શંકા ગઈ હતી

કિશોરની હત્યા કર્યા બાદ ગીતાબેને પોતાના ભત્રીજાને બોલાવ્યો હતો અને કિશોરને હૉસ્પિટલ લઈ ગયા હતા. હૉસ્પિટલના ડૉક્ટરે કિશોરને મૃત જાહેર કર્યો હતો. જો કે, સમગ્ર ઘટનાક્રમ કિશોર જાદવના ભત્રીજાને શંકાસ્પદ લાગ્યો હતો એટેલે તેણે કિશોરનું પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતુ. પોસ્ટમોર્ટમમાં તેની હત્યા થઈ હોવાનું સામે આવતા સરદાર નગર પોલીસ સ્ટેશનમાં માતા-દીકરીની ધરપકડ કરી હતી.

મા દીકરી પરહત્યાનું ઝૂનૂન સવાર હતુ

પૂછપરછમાં ગીતાબેન જાદવે પોલીસને જણાવ્યુ હતુ કે, તે તેમના દારૂડિયા અને બેકાર પતિથી કંટાળી ગયા હતા. છેલ્લા 20 વર્ષથી તેઓ સાથે હતા. તેમને ચાર સંતાનો છે. બે દીકરીઓ એક ખાનગી ફેક્ટરીમાં કામ કરે છે. કિશોર દરરોજ દારૂ પીને ગીતાબેનને અને તેની દીકરીઓને માર મારતો હતો જેથી તેના સંતાનો અને પત્ની કંટાળી ગઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ કે, માતા અને દીકરી પર હત્યાનું ઝનૂન સવાર થયુ હતુ. પતિની હત્યા કરીને ગીતાબેન તેના મૃતદેહ પાસે કલાક બેસી રહી હતી.હત્યાના કેસ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લેખક વિશે
મિહિર સોલંકી
મિહિર સોલંકી છેલ્લા 4 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઈન ડેવલોપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે અને દિવ્યભાસ્કર, મંતવ્ય ન્યૂઝ, ગુજરાત ફર્સ્ટ અને વીટીવી ન્યૂઝ સાથે તેમણે અગાઉ કામ કર્યું છે.... વધુ વાંચો

Read Next Story